શરાબી પતિનાં મૃત્યુ પછી બે બાળકોની જવાબદારી માતા ઉપર આવી , ન ખાવાનું હોય ,ન ખાવાનું ખરીદવા માટે પૈસા હોય , આવી અસહાય અવસ્થામાં માતા શું કરે ? આ મહિલા એક કલાકાર હતી પરંતુ કોઈ કાર્યક્રમ મળતા નહિ , કારમી ગરીબી અને અસહાય પરિસ્થિતિમાં એક પબમાં કાર્યક્રમ મળ્યો . શરાબીઓ વચ્ચે કાર્યક્રમ આપવો મુશ્કેલ હતો જ પણ મજબુરી હતી , એના બાળકો ભૂખ્યા હતા અને પોતે પણ બે ત્રણ દિવસથી ભુખી હતી . માતા અને બાળકો પબમાં પહોચ્યા , માતાએ વાયોલીન ઉપાડીને ગાવાની શરૂઆત કરી પણ અશક્તિને લીધે આંખે અંધારા આવી ગયા, શરીર કંપવા લાગ્યું , ગાતાગાતા ઉધરસ આવી , ગીત અધૂરું રહ્યું અને માતા બેભાન થઇ ઢળી પડી. એજ વખતે તેનાં એક બાળકે સ્ટેજ પર પ્રવેશ 
કર્યો અને તેની સમજણ પ્રમાણે નાચવાનું શરુ કર્યું , લોકોને આનંદ આવે તેવો અભિનય કર્યો, વાયોલીન ઉપાડ્યું અને માતાની નકલ શરુ કરી , જેમ માતા ઉધરસ ખાઈને ઢળી પડી હતી તે પણ ઉધરસ ખાઈને અટકી ગયો. લોકોએ તાલીઓનો વરસાદ વરસાવ્યો અને સિક્કાઓથી
સ્ટેજ ભરી દીધું .
આ બાળકનો જિંદગીનાં સ્ટેજ પરનો આં પ્રથમ કાર્યક્રમ હતો અને માતાનો સ્ટેજ પરનો 
આ છેલ્લો કાર્યક્રમ હતો.
આ બાળક આગળ જતા દુનિયાનો મહાન હાસ્યકાર બન્યો, પ્રસિધ્ધ
હાસ્ય અભિનેતા બન્યો અને કાબેલ દિગ્દર્શક, જેણે એક પણ શબ્દ બોલ્યા વગર દુનિયાને ખુબ હસાવી. એ બાળકનું નામ ‘ચાર્લી ચેપ્લીન’ અને માતાનું નામ ‘લિલી હાર્લી’
 
Top