જીવવિજ્ઞાનના એક પ્રોફેસરે પોતાના વિદ્યાર્થીઓને સાથે રાખીને એક પ્રયોગ કર્યો. પાણીની એક ટાંકીમાં એણે શાર્ક માછલી રાખી અને તેની સાથે બીજી કેટલીક નાની-નાની માછલીઓ પણ ટાંકીમાં મૂકી. બધા વિદ્યાર્થીઓએ પણ જોયું કે થોડી જ વારમાં શાર્કે નાની-નાની બધી જ માછલીઓનો સફાયો કરી દીધો.