Breaking News

એન્ડ્રોઇડ ફોનમાં ગુજરાતી ફોન્ટ કેવી રીતે ઇન્સ્ટોલ કરશો?

એન્ડ્રોઇડ ફોનમાં ગુજરાતી ફોન્ટ કેવી રીતે ઇન્સ્ટોલ કરશો?

શિક્ષકમિત્રો, આજના તકનિકી યુગમાં સ્માર્ટફોન એક હાથવગુ અને એક આવશ્યક સાધન બની ગયું છે. હાલની સ્થિતિએ એન્ડ્રોઇડ સ્માર્ટફોન તેની ઉપયોગિતા અને સરળ ઉપલબ્ધતાને લીધે વિશ્વમાં છવાયેલા છે.

સામાન્ય રીતે સેમસંગ કે અન્ય બ્રાન્ડેડ સ્માર્ટફોનમાં ગુજરાતી ફોન્ટ ઇન્સ્ટોલ હોય છે. પરંતુ કેટલિક બ્રાન્ડ જેવી કે માઇક્રોમેક્સ, કાર્બન, લાવા વગેરેમાં ગુજરાતી ફોન્ટ હોતા નથી. આ સ્માર્ટફોનમાં જો ગુજરાતી વાંચી અને લખી શકાય તો આપણું રોજીંદુ કામ ઘણું સરળ થઇ શકે અને દફતરી કાર્યમાં પણ ઉપયોગી થઇ શકે.

આ માટે અહિં આપને જે ફોનમાં ગુજરાતી સાઇટ કે લખાણ જોઇ શકાતું નથી તેવા એન્ડ્રોઇડ ફોનમાં ગુજરાતી ફોન્ટ કઇ રીતે ઉમેરી શકાય તેની રીત બતાવી છે.
આપને ભલામણ છે કે જો આપ આ પ્રકારની બાબતોમાં નિષ્ણાત ન હોય તો આ રીતનો ઉપયોગ જોખમી છે. આપ આપની જવાબદારીએ આ પ્રક્રિયા કરશો.


જરૂરિયાત

$1) આ માટે આપે ફોનની સિસ્ટમનો લોક તોડવો પડશે. આ પ્રક્રિયાને “Rooting” કહેવાય છે. ત્યારબાદ ફોનનુંSystem ફોલ્ડર ખોલી શકાશે અને ફોન્ટ ઇન્સ્ટોલ કરી શકાશે. આ પ્રક્રિયા કરવાથી આપની સોફ્ટવેર વોરંટી પૂરી થઇ શકે છે. આ પ્રક્રિયાની 




રીત

$(1) સૌપ્રથમ તમારા એન્ડ્રોઇડ ફોન પર Rooting પ્રક્રિયા કરો.

$(2) યુનિકોડ ફોન્ટ ડાઉનલોડ કરો. અને મેમરી કર્ડમાં મૂકો.

$(3) જો આપના ફોન પર ES File Manager એપ ન હોય તો પ્લે-સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો.

$(4) ES File Manager ઓપન કરો.


(5) મેનુ ઓપન કરી Tools મેનુમાંથી Root Explorer ને ON કરો. હવે Root Explorer ક્લિક કરી મેનુમાંથીMount R/W ક્લિક કરો.
'System ફોલ્ડર માટે RW સિલેક્ટ કરી OK ક્લિક કરો. હવે આપ એન્ડ્રોઇડના System ફોલ્ડરને ખોલી શકશો.

$(6) હવે System ફોલ્ડર ઓપન કરી Fonts ફોલ્ડર ઓપન કરો. તેમાંથી DroidSansFallback.ttf ફોન્ટને Cutકરી મેમરી કાર્ડના કોઇ ફોલ્ડરમાં બેકઅપ લો.


$(7) હવે ડાઉનલોડ કરેલ ફોન્ટ DroidSansFallback.ttf ને કોપી કરીને System/Fonts ફોલ્ડરમાં પેસ્ટ કરી દો.પેસ્ટ કરેલા ફોન્ટની ફાઇલને સિલેક્ટ કરીને મેનુમાંથી Properties સિલેક્ટ કરો. જેમાં Permission હેઠળ ચિત્રમાં દર્શાવ્યા અનુસાર સેટ કરી OK ક્લિક કરો.
$(8) ફોનને રીસ્ટાર્ટ કરો.


હવે આપના એન્ડ્રોઇડ ફોન્ પર ગુજરાતી યુનિકોડમાં લખેલ ફાઇલ અથવા ગુજરાતી સાઇટ ખોલી જુઓ. જો ગુજરાતી જોઇ શકો છો તો આપ સફળ થયા છો. હવે ગુજરાતી ટાઇપ કરવા માટે PaniniGujaratIME કીપેડ ઇન્સ્ટોલ કરી ગુજરાતી ટાઇપ કરી શકશો.

Enjoy Gujarati Reading & Writing……………..

Rooting શું છે?
એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સલામતીના કારણે કેટલાક ફોલ્ડરને ખોલવાનીકે તેમાં લખવા-વાંચવાની પરવાનગી આપતું નથી. તે માટે તેમાં સલામતીના ભાગરૂપે લોક આપેલ હોય છે. જો આ લોક તોડવામાં આવે તો આપણે ઓપરેટિંગ સિસ્ટમમાં ફેરફારો કરીને ઉપયોગિતા વધારી શકીએ. કેટલિક ઉપયોગી Apps પણ ફક્ત Rooted ફોન પર જ ચલાવી શકાતી હોય છે.

પરંતુ આ પ્રક્રિયા માટે આપને આ બાબતનું ઉંડાણનું જ્ઞાન હોય તે આવશ્યક છે. અન્યથા આપની ઓપરેટિંગ સિસ્ટમ કરપ્ટ થવાની શક્યતા રહે છે. ઉપરાંત Rooting કરવાથી આપના ફોનની વોરંટી પૂરી થઇ જવાની શક્યતા રહેલી છે.


દરેક એન્ડ્રોઇડ વર્ઝન માટે Rootingની રીત અલગ હોય છે. અહી આપને Android 4.2 Jelly Bean અને MT6589 1.2 GHz પ્રોસેસર માટેની રીત આપેલી છે. આ રીતથી મે મારા નવા ખરીદેલા anroid MICROMAX A116 ફોનને સફળતાપૂર્વક Root કરેલ છે. આ રીતથી અન્ય ફોન જેવા કેMicromax Canvas 4 જેવા અન્ય આ પ્રકારના સેટિંગ ધરાવતા ફોન પર કરી શકાય છે.

રીત

$1) Settings > Development > USB debugging. પર જાઓ. જો સેટિંગમાં Development વિકલ્પ દેખાતો ન હોય તો Setting > About screenપર જઇ Build Number પર સાત વખત ક્લિક કરો. જેથીDevelopment વિકલ્પ દેખાશે.

$2) USB debugging પર નિશાની કરી સક્રિય કરો.


$3) તમારા ફોનને USB કેબલ વડે કમ્પ્યૂટર સાથે જોડો. (તમારા કમ્પ્યૂટર પર જરૂરી USB Driver ઇન્સ્ટોલ કરેલ હોવા જોઇએ.)

$4) mt6589_rooter.zip ડાઉનલોડ કરી તેને ઓપન કરી તમારા કમ્પ્યૂટર પર કોઇપણ જગ્યાએ મૂકો.


$5) mt6589_rooter ફોલ્ડર ઓપન કરી તેમાંથી Run.bat ઓપન કરો. પ્રક્રિયા ચાલુ થશે.



$6) પ્રક્રિયા દરમિયાન ફોન અનેક વખત રીસ્ટાર્ટ થશે. આ દરમિયાન કેબલ કનેક્શન હટાવશો નહી.


$7) પ્રક્રિયા પૂરી થતા આપના ફોન પર SuperSU નામની એપ ઇન્સ્ટોલ થઇ હશે.


$8) SuperSU ઓપન કરી Settingમાં જઇ Enable SuperUser પર નિશાની કરી તેને સક્રિય કરો.



ચ્Root Checker એપ ઇન્સ્ટોલ કરીને ફોન Root થયેલ છે કે નહી તે ચેક કરી લો.


$9) અભિનંદન..... આપનો ફોન હવે Rooted એપ ઇન્સ્ટોલ કરવા તૈયાર છે અને આપ Super User બની ગયા છો......

Gujarati Fonts On Any Android Device - Tech Arrival
કોઈ પણ ANDROID મોબાઇલમાં ગુજરાતી ફોન્ટ કેમ કરી શકાય તે નીચેની લીંક પર ક્લિક કરો

10 ટિપ્પણીઓ:

  1. વાહ! પરીસાહેબ કહેવુ પડે હો.........


    એન્દ્રોઇડ ફોનનુ નેટ કમ્પ્યુટર સાથે કનેક્ટ કઇ રીતે કરી શકાય ?

    જવાબ આપોકાઢી નાખો
  2. વાહ! પરેસાહેબ કહેવુ પડે હો..........


    એન્ડ્રોઇડ ફોનના નેટ્ને કમ્પ્યુટર સાથે કનેક્ટ કઇ રીતે કરી શકાય તે જણાવશોજી.......

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. FIRST OF ALL ACTIVATE YOUR GPRS DATA PACK , KEEP IT ON AND FOLLOW THE STEPS AS UNDER, SETTINGS -WIRELESS AND NETWORKS-TETHERING AND ORTABLE HOSTS- PORTABLW WIFI HOTSPOT (ACTIVATE IT BY ) THEN CONNECT WITH PASSWORD ROTECTION FROM YOUR PC...

      કાઢી નાખો
  3. mare what's app ma gujarati nathi dekhatu. uparni trick thi what's app ma Gujarati vanchi sakase? please ans.

    જવાબ આપોકાઢી નાખો
  4. મારે root exporer run થતુ નથી તો શુ કરવું

    જવાબ આપોકાઢી નાખો
  5. ગુજરાતી ફોન્ટ ઇન્સ્ટોલ કર્યા વગર ટાઇપ કરવા માટે http://healthy100.in/3lipi.html પર કલીક કરો. ટાઇપ કરોઅને whatsapp પર ત્યાંથી જ શેર કરો.

    જવાબ આપોકાઢી નાખો

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો