Breaking News

TRICKS: સોફ્ટવેર વિના પણ ડાઉનલોડ કરી શકાય છે Youtubeથી વીડિયો


દિવ્યભાસ્કર.કોમના સહયોગ થી
યુટ્યુબ ઇન્ટરનેટ પર રહેલી બેસ્ટ વીડિયો સર્વિસ છે. આ યુઝર ફ્રેન્ડલી છે અને આ વેબસાઇટ પર યુઝર્સની મદદથી અનેક વીડિયોઝ મળી રહે છે. યુટ્યુબનો ઉપયોગ આમ તો તમે અનેકવાર કર્યો હશે પરંતુ શું તમને એ ખ્યાલ છે કે આ યુટયુબ વીડિયોઝના URLમાં થોડી પણ ફેરબદલ કરવામાં આવે તો તે કામમાં આવી શકે છે. એટલું જ નહીં તેની મદદથી અનેક કામ કરી શકાય છે. 


દિવ્યભાસ્કર.કોમ આપને બતાવવા જઇ રહ્યું છે કે યુટ્યુબ વેબસાઇટથી જોડાયેલી કેટલીક ખાસ ટ્રિક્સને વિશે જેને કદાચ તમે જાણતા નહીં હોવ.

કોઇપણ સોફ્ટવેર વિના કરો વીડિયોઝને ડાઉનલોડ
યુટ્યુબની મદદથી સરતાથી વીડિયોઝને ડાઉનલોડ કરી શકાય છે. આ માટે ખાસ સોફ્ટવેરની જરૂર રહેશે નહીં. એટલું જ નહીં યુટ્યુબથી એમપી3 ફાઇલ્સને ડાઉનલોડ કરી શકાય છે. ફક્ત યુઆરએલમાં થોડો ફેરફાર કરવાની જરૂર રહે છે. 

કોઇપણ વીડિયોને ડાઉનલોડ કરવાને માટે તેના URLની સામે PWN લખવાનું રહેશે. ધ્યાન રાખવું કે URLથી http:// કે https://પહેલાં હટાવી દેવામાં આવે.

ઉદાહરણ
www.youtube.com/watch?v=9yZDsep3IBA

આ વીડિયો URL હવે કંઇક આવું બનશે.
www.pwnyoutube.com/watch?v=9yZDsep3IBA

કરો MP3 ડાઉનલોડ

TRICKS: સોફ્ટવેર વિના પણ ડાઉનલોડ કરી શકાય છે Youtubeથી વીડિયો


આ પછી તમે તમારી મનપસંદ ફોર્મેટમાં વીડિયોને ડાઉનલોડ કરી શકો છો. તેનાથી વીડિયોથી MP3 ફાઇલ્સમાં પેજ કન્વર્ટ કરી શકાય છે. વીડિયો URLમાં PWN જોડ્યા બાદ એક અલગ સાઇટ ખુલશે. આ સાઇટના ઉપરના ભાગમાં વીડિયો ડાઉનલોડ કરવાના ઓપ્શ રહેસે અને નીચેના ભાગમાં વીડિયોને MP3માં બદલવા માટેના ઓપ્શન રહેશે. (જેમકે ફોટોમાં બતાવાયું છે.)
MP3માં બદલવા માટે આપવામાં આવેલી સાઇટમાંથી કોઇ એકનો ઉપયોગ કરવાનો રહેશે. એકવાર વીડિયો કન્વર્ટ થઇ જાય તો તેને પીસીમાં ડાઉનલોડ કરી શકાય છે.

clapclapclapclapclapclapclap

વીડિયો કરો રિપીટ


યુટ્યુબ URLમાં થોડો બદલાવ કરીને તમે યુટ્યુબ વીડિયોને કેટલી પણ વાર રીપિટ કરી શકો છો. તેના માટે તમારે વારેઘડીએ યુટ્યુબ સાઇટ પર જવું પડશે નહીં, આ પ્રોસેસ જાતે જ થશે. તેના માટે યુટ્યુબ URLમાં "repeater" Youtube ની બાદ જોડવાનું રહેશે.

જેમકે 
youtube.com/watch?v=9yZDsep3IBA

આ બનશે કંઇક આવું 
youtuberepeater.com/watch?v=9yZDsep3IBA


જો વીડિયોમાં રિજનલ રિસ્ટ્રિક્શન હોય તો 


અનેકવાર એવી વીડિયોઝ સામે આવે છે જેને અન્ય કોઇ દેશથી હોસ્ટ કરવામાં આવ્યા હોય. આ વીડિયોઝ તમારા એરિયાને માટે રિસ્ટ્રિક્ટ કરેલા હોય છે. એવામાં આ તમારા માટે અઘરું કામ બની જાય છે. આ વીડિયોના યુઆરએલમાં ફેરબદલ કરવાની રહેશે.

ઉદાહરણ
watch?v=IEIWdEDFlQY ये URL

બની જશે કંઇક આવું
/v/IEIWdEDFlQY

આમ કર્યા બાદ વીડિયો તમારા એરિયામાં ખુલી જશે.




જો વીડિયોને કોઇ ખાસ જગ્યાએથી ચલાવવો હોય તો 

TRICKS: સોફ્ટવેર વિના પણ ડાઉનલોડ કરી શકાય છે Youtubeથી વીડિયો
જો યુટ્યુબના વીડિયોને કોઇ ખાસ જગ્યાએથી ચલાવવો હોય તો તમે વીડિયોનો કરંટ ટાઇમ URL નોટ કરી શકો છો. જો કોઇ ખાસ ટાઇમ છે તો યુટ્યુબના વીડિયોનો કરંટ ટાઇમ URL તમે કોઇપણ સમયે વીડિયો પર રાઇટ ક્લિક કરીને કોપી કરી શકાય છે. જેમકે ફોટોમાં જોઇ શકાય છે. 

જો વીડિયોને પસંદ કર્યા બાદ થોડી વાર બાદમાં ચલાવવો હોય તો

આ URL
www.youtube.com/watch?v=9yZDsep3IBA

કંઇક આવી બની શકે છે
https://www.youtube.com/watch?v=9yZDsep3IBA#t=86

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો