મહાનુભવ

બાબા સાહેબના હુલામણા નામથી જાણીતા આંબેડકર કાયદાશાસ્ત્રી,રાજનેતા, તત્ત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા. ભારતમાં તેમણે બૌદ્ધ પુનર્જાગરણના આંદોલનની શરૃઆત કરી હતી. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી હતા.

ભીમરાવનો જન્મ ૧૪ એપ્રિલ, ૧૮૯૧માં મધ્યપ્રદેશના મહુ ગામના એક ગરીબ મહાર પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજીભાઈ માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેઓ માત્ર છ વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું.

ભીમરાવના પિતાની અટક સકપાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના આંબાવાડે ગામના વતની હતા, જેથી સ્કૂલમાં તેમની અટક આંબાવાડેકર રાખવામાં આવેલી હતી, પરંતુ સ્કૂલના એક શિક્ષકે તેમની અટક સુધારીને સ્કૂલના રજિસ્ટરમાં આંબાવાડેકરને બદલે આંબેડકર કરી નાખી હતી.
તેમણે વર્ણવ્યવસ્થાના નામે ચાલતી ભેદભાવની નીતિ સામે ઝુંબેશ ચલાવી હતી. ૧૯૯૦માં તેઓ 'ભારત રત્નલ્લથી સન્માનિત થયા હતા.
તેમણે જ્યારે સ્નાતકની ડિગ્રી મેળવી હતી ત્યારે સમગ્ર ભારતમાં બહુ જૂજ લોકો સ્નાતકની ડિગ્રી ધરાવતા હતા.
તેમને કાયદાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રના સંશોધન માટે કોલંબિયા યુનિર્વિસટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. વિદ્વાન તરીકે નામના મેળવ્યા બાદ તેમણે થોડા વખત સુધી વકીલાત પણ કરી હતી. ત્યારબાદ તેમણે દેશના દલિતોના રાજનૈતિક અને સામાજિક સ્વતંત્રતાના હક માટે લડતની શરૃઆત કરી હતી.
તેમણે અમેરિકા, ઇંગ્લેન્ડ અને લંડનમાંથી વિવિધ વિષયોનું જ્ઞાન મેળવ્યું હતું.
૧૪ ઓગસ્ટ, ૧૯૩૧ના રોજ પહેલી વાર તેમની મુલાકાત ગાંધીજી સાથે થઈ. આ મુલાકાત પછી ઘણી વાર તેમને ગાંધીજી સાથે મળવાનું થયું પણ લાંબા સમય સુધી તેમની સાથે મતભેદ રહ્યા હતા, કારણ કે ભીમરાવ હંમેશાં દલિત સમાજના વિકાસની વાતને લઈને જ આગળ ચાલતા હતા.
ડો. બાબા સાહેબ આંબેડકરે દુનિયાના વિવિધ ધર્મોનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેમણે 'બૌદ્ધ અને તેમનો ધર્મ'ના નામે પુસ્તક પણ લખ્યું હતું

Dr. Babasaheb Ambedkar Full Movie in Hindi

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top