આપણાં રસોડામાં ઉપલબ્ધ મસાલા વ્યંજનોને સ્વાદિષ્ટ તો બનાવે જ છે પરંતુ તેના અન્ય ઘણાં ઉપયોગ પણ છે. આવા જ અનેક ગુણકારી મસાલામાંથી એક છે જીરું. આ જીરું માત્ર વઘાર માટે જ નહીં પણ વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. ચપટી જીરું જો યોગ્ય રીતે લેવામાં આવે તો માત્ર 15 જ દિવસમાં વધારે વજનની તમારી સમસ્યા દૂર થઈ જશે. આ વાત જાણીને આશ્ચર્ય તો જરૂરથી થશે પણ હકીકતમાં જીરું વજન ઉતારવાં મદદરૂપ થઈ શકે છે.

તાજેતરમાં જ થયેલી એક રિસર્ચમાં સ્પષ્ટ થયું છે કે જીરાના પાવડરથી બોડી ફેટ ઘટાડી શકાય છે. તેમજ જીરું બેડ કોલેસ્ટ્રોલને પણ કુદરતી રીતે ઘટાડી દે છે. ભોજન પચાવવામાં પણ જીરું ઉપયોગી સાબિત થાય છે અને પાચનશક્તિ પણ સુધરે છે. તો પછી આજે જાણી લો કે કેવી રીતે જીરું તમારું વજન ઘટાડી શકે.

1 પાચનશક્તિ જો નબળી હોય તો જીરાંની ચા પી શકાય. વજન ઘટાડવા માટે કેળાંની સાથે જીરું પાવડરનો ખાવામાં ઉપયોગ કરો.

2 એક ગ્લાસ પાણીમાં રાત્રે એક ચમચી જીરું ઉમેરી દો. સવારે આ પાણી ઉકાળો. પાણીનો રંગ બદલાય પછી ગેસ બંધ કરો અને તેને ઢાંકી રાખો. ઠંડું થયા પછી આ પાણી પી જવું. આ પ્રયોગ દિવસમાં ત્રણ વખત કરી શકાય.

3 બે ચમચી જીરાંને રાત્રે પાણીમાં પલાળી રાખવું અને સવારે તેને ચાવીને ખાઈ જવું. રોજ આમ કરવાથી વજન ઘટવા લાગશે.

4 05 ગ્રામ દહીંમાં એક ચમચી જીરું પાવડર નાંખી રોજ ઉપયોગમાં લેવું. જીરું પાવડર ભાત કે પછી શાકમાં પણ ઉમેરી લઈ શકાય છે.

5 એક ગ્લાસ પાણીમાં જીરું પાવડર અને મધ ઉમેરી રોજ પીવું

6 ગાજરને બાફી તેમાં લસણની પેસ્ટ અને જીરું પાવડર ઉમેરી તેને પીસી લેવું અને રોજ રાત્રે આ પેસ્ટ ખાવી.

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top