- AADHAAR MOBILE APPLICATION
- आधार' मोबाइल 'निवासियों जनसांख्यिकीय जानकारी अर्थात ले जाने के लिए होती है। नाम, यूआईडीएआई के डाटाबेस में बनाए रखा के रूप में तस्वीर के साथ जन्म, लिंग और पता की तिथि। एप्लिकेशन यूआईडीएआई की वेबसाइट से डाउनलोड मुद्रित आधार यूआईडीएआई द्वारा जारी किए गए पत्र और ई-आधार के अलावा पंजीकृत मोबाइल नंबर के साथ आधार धारकों के लिए आधार विवरण का संचार होता है।
- હવે તમે આધાર કાર્ડની વિગતો મોબાઈલ ફોનમાં રાખી શકશો. આમ એટલા માટે કારણ કે યૂનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આધાર એપ લોન્ચ કરી દીધી છે.
- આ એપની મદદથી તમે તમારા આધાર કાર્ડની વિગતોને મોબાઈલમાં સેવ અને શેર કરી શકશો.
- જેને ઈ-કેવાઈસી કરવાથી લઇને અન્ય ઘણાં કામ ખૂબ જ સરળ રીતે પૂરા થઈ જશે, જેના માટે આધાર જરૂરી છે.
ડાઉનલોડ કરો.
- .ત્યાર બાદ આધાર કાર્ડની એપ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો.
- - એપ ઇન્સ્ટોલ કર્યા બાદ તમારો આધાર નંબર, નામ અને પિન કોડની વિગતો સબમિટ કરો.
- વિગતો સબમિટ કર્યા બાદ તમારે તેને વેરિફાઈ કરવાની રહેશે. તેના માટે એપ તરફથી એક SMS આધાર સર્વર પર મોકલવામાં આવશે. વિગતો વેરિફાઈ થયા બાદ તમારી તસવીર સહિત બાકીની વિગતો આવી જશે.
- - ત્યાર બાદ એપમાં તમારા આધારની વિગતો IMGE સહિત સેવ થઈ જશે, જેને તમે ભવિષ્યમાં શેર કરવા માટે ઉપયોગ કરી શકો છો.
- આ આધાર મોબાઈલ એપ દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાની વિગતો અન્ય વ્યક્તિ સાથે ઈ-મેલ અને બ્લુટૂથ દ્વારા શેર કરી શકશે. ત્યાર બાદ આધાર કાર્ડની ફોટોકોપી કરાવાવની જરૂરિયાત નહીં રહે. તેના દ્વારા ઈ-કેવાઈસીના સમયે કોઈપણ પ્રકારનું ખાતું સરળતાથી ખોલાવી શકાશે. એપમાં તમે તમારો પાસવર્ડને પણ સરળતાથી બદલી શકો છો.
- હવે બેંક ઓનલાઈન વેરિફિકેશન કરી શકશે, જેનાથી લોકો બેંકમાં સરળતાથી ખાતું ખોલાવી શકશે. સાથે જ સરકાર માટે રોકડ સબસિડી ટ્રાન્સફર કરવાનું પણ સરળ થઈ જશે.
- આ એપનું એન્ડ્રોઈડ વર્ઝન લોન્ચ થયું છે જેને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે.
- અત્યાર સુધી દેશમાં 99 કરોડ લોકોના આધાર કાર્ડ બની ગયા છે. સરકારને ધારણા છે કે, નવા આધાર કાયદા દ્વારા તેઓ અંદાજે 20 ટકા સબસિડીની રકમની બચત કરી શકશે. ડીબીટીએલ સ્કીમથી 15.17 કરોડ લાભાર્થી જોડાયેલ છે. આ સ્કીમ અંતર્ગત અંદાજે 35 હજાર કરોડ રૂપિયાની સબસિડી રોકડ ટ્રાન્સફર કરવામાં આવી છે. વર્ષ 2009માં યૂનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે આધાર કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું.
THANKS TO COMMENT