ભ્રષ્ટાચારને દૂર કરવા માટે સત્યનિષ્ઠા પ્રતિજ્ઞા લો અને સર્ટિફિકેટ મેળવો
आप ऐसा सर्टि पाना चाहते हो तो आप को भी मिल सकता हे ===>जानिए कैसे ?
નાગરિકો માટે સત્યનિષ્ઠા પ્રતિજ્ઞા
મને ખાતરી છે કે આપણા દેશની અર્થિક, રાજનૈતિક અને સામાજિક પ્રગતિમાં ભ્રષ્ટાચાર એક ખૂબ મોટો અવરોધ છે. મને વિશ્વાસ છે કે ભ્રષ્ટાચારને દૂર કરવા માટે બધા સંબંધિત પક્ષો, જેમ કે સરકાર, નાગરિકો તથા ખાનગી ક્ષેત્ર બધા સાથે મળીને કાર્ય કરે તે જરૂરી છે.
મારું માનવું છે કે દરેક નાગરિકે સતર્ક રહેવું જોઈએ અને હમેશા પ્રમાણિકતા તથા સત્યનિષ્ઠાના ઉચ્ચતમ માનદંડો પ્રત્યે વચનબદ્ધ રહેવું જોઈએ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના સંઘર્ષમાં સાથ આપવો જોઈએ.
આથી હું પ્રતિજ્ઞા કરું છું કે:-
જીવનના બધા ક્ષેત્રોમાં પ્રમાણિકતા અને કાયદાના નિયમોનું પાલન કરીશ;
ન તો લાંચ લઈશ કે ન તો લાંચ આપીશ;
બધાં કાર્યો પ્રમાણિકતા અને પારદર્શક રીતે કરીશ;
લોકહિતમાં કાર્ય કરીશ;
પોતાના વ્યક્તિગત આચરણમાં પ્રમાણિકતા દર્શાવીને ઉદાહરણ સ્થાપિત કરીશ;
ભ્રષ્ટાચારની કોઈપણ ઘટના યોગ્ય એજેંસીને રિપોર્ટ કરીશ
Pledge against corruption. I did it. What about you. Please don't delay.
Here is the link http://pledge.cvc.nic.in
THANKS TO COMMENT