મન હોય તો માળવે જવાય-ગમે તેવી મુશ્કેલીમાંથી પણ રસ્તો નીકળી જ જાય-માતા-પિતાની સેવા માટે

Baldevpari
0
મન હોય તો માળવે જવાય

મન હોય તો માળવે જવાય-ગમે તેવી મુશ્કેલીમાંથી પણ રસ્તો નીકળી જ જાય-માતા-પિતાની સેવા માટે  



“ મારી મા બીમાર છે, મારે એને દવા આપવા જવાનું છે જો તમારે મોડું થતું હોય તો…” વાંચો એક હૃદયસ્પર્શી વાર્તા

આપણે ઘણીવાર ઘણા સેવાભાવી લોકોને જોતા હોઈએ છે જે પોતાની પાસે કંઈપણ ના હોવા છતાં મદદ કરવા માટે તત્પર હોય છે, ઘણા લોકોની પરિસ્થિતિ પણ ઘણીવાર એવી ખરાબ હોય છે કે ના તેમની પાસે એટલી આવક હોય છે કે ના જો એમના માતા-પિતા બીમાર હોય તો સેવા કરવાના પૈસા. ઘણીવાર તો પરિસ્થિતિ એ હદ સુધી પહોંચી જાય છે કે ઘરમાં આપણા માતા કે પિતા બીમાર હોય ત્યારે એમની સાથે પણ રહેવું પડે છે, ના એમને છોડી શકાય છે કે ના કામ ઉપર જઈ શકાય છે. આવી પરિસ્થિતિમાં માણસ કેવી રીતે ખર્ચ અને જરૂરિયાતો પૂર્ણ કરી શકે એ સૌથી મોટો પશ્ન છે.આજે અમે તમને એક એવી જ વાર્તા સંભાળવવાના છીએ કે જે વાર્તામાં તમને આજ વાતને બહુ જ સારી રીતે સમજવા મળશે અને તમે પણ કહેશો કે દુનિયામાં આવા પણ માણસો હોય છે.

એક માણસ બજારમાં ફળ ખરીદવા માટે ગયો હતો, બપોરનો સમય હતો અને કોઈ ફળની લારી તેને દેખાઈ નહિ, આમતેમ ફરતા તેને દૂર એક ફળની લારી દેખાઈ, તે ખુશ થતો થતો એ લારી પાસે પહોંચ્યો, પરંતુ લારી પાસે જઈને જોયું તો કોઈ દેખાયું નહીં, આસપાસ પણ નજર કરી પરંતુ કોઈ હતું નહીં. એ વ્યક્તિ લારીની નજીક ગયો અને તેને લારી ઉપર જ લાગેલું એક બોર્ડ જોયું.બોર્ડમાં લખ્યું હતું: “મારી ઘરડી મા ખુબ જ બીમાર છે અને એટલા માટે મારે તેમને દવા આપવા માટે જવું પડે એમ છે, જો તમને મોડું થતું હોય તો તમે પોતાના હાથથી ફળ તોડી અને પૈસા ગલ્લામાં મૂકી શકો છો, ફળના ભાવ પાછળ લખેલા છે.”

આ જોઈને એ વ્યક્તિ ખુબ જ વિચારમાં પડી ગયો, તેને થયું કે આવી રીતે તો કોઈ લારીને આ પ્રકારે છોડીને જઈ શકતું હોય? તેને થોડીવાર સુધી લારીવાળા વ્યક્તિના આવવાની રાહ જોઈ, પરંતુ કોઈ આવ્યું નહીં, આથી તેને પોતાના જોઈતા ફળ લારીમાંથી વજન કરીને લઇ લીધા. ભાવનું લિસ્ટ જોઈ અને તે પ્રમાણેના પૈસા પણ તેને ગલ્લામાં મૂકી દીધા, 5 રૂપિયા ખુલ્લા ના હોવાના કારણે તેને વધારે જ પાછા પણ લીધા નહિ અને પોતાના ઘર તરફ ચાલ્યો ગયો.

ઘરે જઈને પણ એ વ્યક્તિના મગજમાં એ લારી વાળાનો જ વિચાર સતત ચાલ્યા કરતો હતો. અચાનક તેની નજર એજ લારીને ધકેલીને આવતા એક વ્યક્તિ ઉપર પડી, તે તરત એ વ્યક્તિ પાસે ગયો. સામાન્ય લાગતા એ વ્યક્તિને એને મનમાં રહેલા પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું,


“આ લારીને તમે આજ રીતે મૂકીને ચાલ્યા જાવ છો? ચોરી થવાનો કે કોઈ પૈસા નહિ મૂકે એનો ડર નથી લાગતો? સાચે જ તમારી માતા બીમાર છે?”

લારી લઈને જનાર એ વ્યક્તિએ કહ્યું: “સાહેબ, મારી માતા છેલ્લા ઘણા સમયથી બીમાર છે અને પરિવારમાં તેની દેખરેખ રાખી શકે તેવું બીજું કોઈ નથી માટે મારે જ આખો દિવસ તેની પાસે રહેવું પડે છે, જો હું આખો દિવસ તેની પાસે રાહુ તો કમાવવા માટે પણ ના જઈ શકું જેના કારણે મેં આ રસ્તો અપનાવ્યો છે, રોજ સવારે લારીને એક જગ્યાએ મૂકીને મારી માતા પાસે ચાલ્યો જાવ છું અને સાંજે આવીને લારી પાછી લઈ જાવ છું. આજદિન સુધી મને ક્યારેય ખોટ નથી ગઈ, ઉલ્ટાનું મને નફા ઉપરાંત પણ વધારાના પૈસા માલ્ટા હોય છે, ક્યારેક કોઈ ખાવાની વસ્તુ મૂકી જાય છે, તો કોઈ મારી મા માટે કપડાં પણ, ગઈકાલે જ એક વ્યક્તિ પુલાવ મૂકી ગઈ હતી અને સાથે એક ચીઠ્ઠીમાં લખ્યું પણ હતું ‘મા માટે”, થોડા દિવસ પહેલા એક ડોક્ટર પોતાનું કાર્ડ મૂકીને ગયા હતા અને સાથે લખ્યું હતું, ‘જો માતાની તબિયત બગડે તો તરત ફોન કરી દેજો, હું આવી પહોંચીશ’ આ રીતે જ મને લોકોનો પ્રેમ મળતો રહે છે અને મારી માની સેવા પણ હું કરી શકું છું.”

એ લારીવાળા વ્યક્તિની વાત સાંભળીને તે વ્યક્તિને પણ આ વ્યક્તિ માટે મન જન્મ્યું, તેને મુકેલા 5 રૂપિયા પણ ઓછા લાગ્યા, લારી લઈને એ વ્યક્તિતો ચાલી નીકળી પરંતુ તે વ્યક્તિના મનમાં એક અદમ્ય છાપ છોડીને ગઈ અને હવે તે વ્યક્તિએ નિર્ણય કર્યો કે રોજ એ વ્યક્તિની લારીએથી જ ફળ ખરીદવા અને પોતાનાથી શક્ય મદદ તેને કરતું રહેવું.

આ વાર્તા દ્વારા એ વાત સાપને જાણી શકીએ છીએ કે માતા-પિતાની જો તમે ખરા દિલથી સેવા કરવા મંગતા હોય તો ઈશ્વર પણ તમને કોઈને કોઈ રસ્તો જરૂર બતાવે છે. હંમેશા માતા-પિતાની સેવા કરવી અને જો તમારી ભાવના યોગ્ય હશે તો આ સેવામાં પણ કોઈ અડચણ નહિ આવે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)