ઉનાળુ વેકેશન -2021 જાહેર
જાણો શું કરવાની કામગીરી ?
શિક્ષણ વિભાગના દ્વારા વેકેશન જાહેર
કયારે શરૂ થશે વેકેશન ?
- શૈક્ષણિક વર્ષ ૨૦૨૦ ૨૧માં
- શાળાઓમાં ઉનાળું વેકેશન
- તા.૦૩/૦૫/૨૦૧
- કયારે કોઈ પણ સરકારી પરિપત્ર છે
- કે કેમ એ માટે આપ બોર્ડની વેબસાઇટમાં
- જઈને જ જોવું
- ફેક લોકો ખોટા પરિપત્રો મૂકતા હોય છે
- નીચે વેબસાઇટની લિન્ક આપેલ છે
- આ વેબસાઇટ માં હમેશા સત્ય અને
- તપાસેલ ભરોસા પૂર્ણ વાત કે
- વિષય મૂકવામાં આવે છે
ક્યારે પૂરું થશે ?
- થી તા.૦૬/૦૬/૨૦૨૧ દરમ્યાન રહેશે
- બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર અધિનિયમ-૨૦૦૯ની કલમ ૨૪માં (૧) થી (i) સુધીની જોગવાઈઓ ઉમેરવામાં આવેલ છે. ત્યારબાદ શિક્ષણ વિભાગના તા.૦૪/૦૨/૨૦૨૦ના સંદર્ભ (૨) હેઠળના ઠરાવથી રાજ્યની પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલ માસથી શરૂ કરવાનું ઠરાવવામાં આવેલ છે. શિક્ષણ વિભાગના તા.૨૪/૦૩/૨૦૨૦ના સંદર્ભ (૩)ના ઠરાવથી નોવલ કોરોના વાયરસ (COVID-19)નાં સંક્રમણને કારણે ઉપસ્થિત થયેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૂચનાઓ બહાર પાડવામાં આવેલ હતી.જેના અનુસંધાને તાજેતરમાં નોવેલ કોરોના (કોવિડ-૧૯)ના સંક્રમણમાં વ્યાપક વધારાને કારણે ઉપસ્થિત થયેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નીચે મુજબની સુચનાઓ બહાર પાડવામાં આવે છે.
- (૧) બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર અધિનિયમ ૨૦૦૯ની કલમ ૩૮ હેઠળ મળેલ સત્તાની રૂએ પ્રસિધ્ધ કરવામાં આવેલ તારીખ ૨૧/૦૯/૨૦૧૯ના સંદર્ભ (૧) હેઠળના જાહેરનામાનો અમલ આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૦-૨૧માં મોકૂફ રાખવામાં આવે છે. પરંતુ આ જાહેરનામાની જોગવાઈઓનો અમલ આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૧-૨૨ થી કરવાનો રહેશે.
- (૨) શિક્ષણ વિભાગ દ્વારા તા. 0૪/0૨/૨૦૨૦ તથા તા.૨૪/૦૩/૨૦૨૦ના ઠરાવથી તમામ શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલ માસથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે પરંતુ સાંપ્રત વૈશ્વિક કોરોના મહામારીની સમસ્યાને કારણે નવું શૈક્ષણિક વર્ષ અગાઉ મુજબ અર્થાત ઉનાળુ વેકેશન પૂરૂ થયેથી શરૂ કરવાનું રહેશે.
- શૈક્ષણિક વર્ષ ૨૦૨૦ ૨૧માં
- શાળાઓમાં ઉનાળું વેકેશન તા.૦૩/૦૫/૨૦૧ થી
- તા.૦૬/૦૬/૨૦૨૧ દરમ્યાન રહેશે.
- (૩) કોરોના વાયરસ (COVID.19)ના સંક્રમણથી ઉત્પન્ન થયેલ વૈશ્વિક મહામારીને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા રાજ્યની સરકારી અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી અધિકારીઓ પૈકી જે કર્મચારી અધિકારીઓને કોઈ કામગીરી સોંપવામાં આવેલ ન હોય તેવા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી/અધિકારીઓએ શાળાએ આવવાનું રહેશે નહીં, પરંતુ રાજ્ય સરકાર અને/અથવા સ્થાનિક સત્તાતંત્ર દ્વારા કોઈપણ કામગીરી સોંપવામાં આવે તો તેના અનુસંધાને રાજ્ય સરકાર અને/અથવા રથાનિક સત્તાતંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
- (૪) ખાનગી શાળાઓ (સ્વનિર્ભર શાળાઓ)ના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓને શાળાએ જવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
- (૫) નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરી તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના નિયંત્રણ હેઠળની સરકારી, ગ્રાન્ટ ઈન એઈડ તથા સ્વનિર્ભર શાળાઓએ તથા તે શાળાનાં શિક્ષકોએ નવા શૈક્ષણિક વર્ષ માટે ઉક્ત કચેરીઓ દ્વારા નક્કી કરવામાં આવનાર શૈક્ષણિક કેલેન્ડરની સૂચનાઓનું અવશ્યપણે પાલન કરવાનું રહેશે.
- (૬) ઉક્ત તમામ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા અંગેની તમામ આનુષાંગિક કાર્યવાહી નિયામકશ્રી, શાળાઓની કચેરી, નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાથ ધરવાની
- સરકાર શિક્ષણ બોર્ડની વેબસાઇટની
- લિન્ક આપેલ છે
- અથવા અહી ક્લિક કરો
- નીચે પરિપત્ર આપવામાં આપેલ છે
- જે બરાબર વાંચી જવો
THANKS TO COMMENT