Breaking News

શિક્ષક કભી સાધારણ નહિ હોતા-સરદારનાના વંસજ પટેલ સાહેબની- સત્ય ઘટના

👉 એક શિક્ષક ઇરછે તો શું કરી શકે ?

- સત્ય ઘટના

પણ ઉડવું હોય એને આકાશ મળીજ રહે 

  • વાત છે ઈ.સ 1996ની, 
  • પ્રસંગ છે બનાસકાંઠા જીલ્લામાં 
  • અંબાજી તાલુકાના સિધખડી ગામનો.
  • સરકારશ્રીમાંથી શિક્ષક તરીકે નિમણૂક પામી 
  • રાજકોટ જીલ્લાના ગવરીદડ ગામના 
  • ઈશ્ર્વર નાનજીભાઇ પટેલ, 
  • ઉ.વ. ૨૪, તે ગામની શાળામાં 
  • એક શિક્ષકની જવાબદારી સાથે પહોંચ્યા.
  • ૧૮૦૦ની વસ્તી, ૯૫% આદીવાસી સમાજની વસ્તી; 
  • ૮૦ % તદ્દન અભણ અને લગભગ તમામ પુરૂષ 
  • દેશી મહુડાના દારૂનાં વ્યસનવાળા.
  • અંધશ્રદ્ધા ભારોભાર, 
  •  દેવ દેવી સામે બલીપ્રથાતો જાણે સામાન્ય. 
  • સૌરાષ્ટ્રના સારા ગામમાંથી ગયેલ પટેલ પરીવારનો 
  • આ દિકરો તો પહેલાં હેબતાઈ જ ગયો.
  • પણ હકારાત્મક વિચારતા એટલો જ વિચાર આવ્યો 
  • કે મને કુદરતે આવી પરીસ્થિતિમાં પરિવર્તન 
  • લાવવા જ નીમિત બનાવીને જ મોકલાવ્યો છે.
  • જે થાય તે હરી ઇરછા.
  • હું મહેનત કરીશ 
  • બદલી માટેના કોઈ પ્રયાસ નહીં જ કરૂં.
  • થોડા સમયમાં સગપણની વાત આવી, 
  • બધાં જ સગાંવહાલાં બદલી કરાવવા પ્રયત્નશીલ હતા;
  • પણ આતો સરદારનો વંશજ હતો;
  • અડગ નિર્ણય પર કાયમ રહ્યો, 
  • થનાર પત્નીનેઆ ગામની વાત કરે ને હા ના થઇ જાય.
  • પણ ગાંધીજીને કસ્તુરબા મળે 
  • એમ ઈશ્ર્વરભાઈને રેખા બહેનનો સંગાથ મળ્યો.
  • અને બંનેએ લગ્ન કરી પહોંચ્યા કર્મભુમી.

શાળાની સ્થિતિ-કામચોરી 

  • કુલ આચાર્ય સાથે ત્રણ શિક્ષક વાળી શાળા . 
  • તેમાં એક તો જાણે સરકારનો જમાઇ-કામચોર. 
  • શાળા એ આવ્યા વગર જ પગાર લે. 
  • ગામ અભણ કોઈ ફરીયાદ કરે જ નહીં, 
  • પણ ઈશ્ર્વર ભાઈને ખુંચે, 
  • પોતે જ ફરીયાદી બન્યાં. 

ઊલટી ગંગા પ્રામાણિકતા નો કેવો મળ્યો સહકાર 

  • જીલ્લા અધીકારીઓનું ધ્યાન દોર્યુ - તો 
  • જીલ્લા અધીકારીએ કામચોરને શિક્ષાની 
  • બદલે શિસ્ત ભંગની નોટીસ ઇશ્ર્વર ભાઈ ને આપી.

ઢોર માર મરાયો

તો બીજી તરફ પેલા કામચોર્રે ગામના બે ત્રણ ભોળા ગ્રામજનોને ઉશ્કેરી ઈશ્ર્વર ભાઈને ઢોર માર મરાયો
૧૩ દિવસ પાલનપુર હોસ્પીટલમાં રહ્યા 

અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો 

પણ ઇશ્ર્વરભાઈ એક ના બે ના થયા.
ફરી તેજ ગામમાં ગયા .

પ્રામાણિક શિક્ષણ અધીકારી

સમય જતાં વી પી જૈન જેવાં શિક્ષણ પ્રેમી 
જીલ્લા શિક્ષણ અધીકારી આવ્યા. 
ઈશ્ર્વર ભાઈની નિષ્ઠા જોઈ 
અને તેમને પેલા કામચોર પ્રત્યે કડકાઇ દર્શાવી.

સત્ય સમજતા સમય લાગે પણ 

સત્ય મેવ જયતે 
  • સમય જતાં ગ્રામજનોને સત્ય સમજાયું . 
  • ગામના બાળકો નિયમિત ભણવા આવ્યા.
  • બાદમાં સરકાર શ્રી સાથે પત્ર વ્યવહાર કરી 
  • શાળાની નવી ઇમારત બનાવી , 
  • તેમના પત્ની શિક્ષક ના હોવા છતાં 
  • નિયમીત પણે ભણાવવાં લાગ્યા.
  • સમય ગયો ગામને મહેનતથી 
  • ૧૦૦% વ્યસનમુક્તિ તરફ લઇ ગયા. 
  • સરકાર સાથે સંકલન કરી ગામને રોડ - રસ્તા , 
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે ની સવલત આપી. 
  • ગામમાં ૨૦૦૩ થી સંપુર્ણ બલિપ્રથાથી મુક્તિ આપી.

પરિવર્તન સમય માંગે મન મક્કમ રાખવું 

  • આજે ગામ ના ૨૩ યુવોનો શિક્ષક છે, 
  • ૨૩ યુવતીઓ નર્સ છે. 
  • ગામે ઈશ્ર્વરભાઈના પત્ની રેખાબહેનને 
  • છેલ્લી 3 મુદ્દતથી બીનહરીફ 
  • સમરસ સરપંચ બનાવે છે .
  • ગામ દારૂ તો દારૂ પણ સોપારી મુક્ત કર્યું છે. 
  • તેમના બંને સંતાનોને શિક્ષણ પણ 
  • ગામની શાળામાં જ આપ્યું છે . 
  • અને ઈશ્ર્વરભાઈના પિતાના મૃત્યુના બેસણાંમાં 
  • ૮૦ વાહન ભરાઈને માણસો આવ્યા હતા.

સંકલન કરી શાળા બનાવી 

  • પાલનપુરના હિરા બજારના જૈન વ્યાપારી સાથે 
  • સંકલન કરી ગામમાં નવી હાઇસ્કુલ બની છે.
  • હાલ ગામના ૫ વિદ્યાર્થીઓ IAS/ IPSની 
  • તૈયારી કરી રહ્યા છે.
  • હજી ગામમાં પોતાનું ઘર નથી, ભાડે રહે છે.
  • ગામમાં કોઇપણ ચુંટણીમાં ૯૦% 
  • જેટલું મતદાન થાય છે.
  • આધાર કાર્ડ બનાવવાના હોય કે 
  • મા અમૃતમ્ યોજનાના મેડિકલ કાર્ડ ; 
  • ઈશ્વર પોતે જ જવાબદારી લઇ લે છે.
  • છેલ્લાં 3 વર્ષથી આખા ગામમાં 
  • એકજ વાર સમુહ રસોડે સમુહ લગ્ન થાય છે .

પરિવર્તન -શક્ય છે 

  • માત્ર કઈક કરી છૂટવાની તમન્ના હોય એ જરૂરી છે 
  • હવે તેમને ગામમાં ગામના જ 
  • નોકરી કરતા યુવાનોનો એક એક પગાર લઇને
  •  ગામમાં જીમ ચાલુ કર્યું છે.
  • ૧૯૯૮ પછી ગામની એક પણ 
  • પોલીસ ફરીયાદ કે કોર્ટ કેસ નથી થયો.
  • ઈશ્ર્વર ભાઈની સમજાવટથીજ સમાધાન કરાવે છે....
  • આ એક શિક્ષક છે જે ચાણક્ય કહેતા હતા એવા જ .......
  • કોઇ કોમર્શિયલ બાવાને વંદન કરતાં 
  • આવા ઈશ્ર્વરભાઈ જેવા શિક્ષકને મનોમન યાદ કરીએ.

થોડા ફેરફાર કરી 
ઇન્ટરનેટ ના માધ્યમથી શેર 
બનાવનાર ને વંદન 

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો