Breaking News

કોરોના ના કારણે અવસાન પામે તો તેવા કર્મચારીના કુટુંબને રૂ.૨૫,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય

કોરોનાના કારણે અવસાન પામે 
કોરોના ના કારણે અવસાન પામે તો તેવા કર્મચારીના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને રૂ.૨૫,૦૦,૦૦૦/- (પચ્ચીસ લાખ)ની આર્થિક સહાય 
કોરોના મહામારીના સંદર્ભે સરકારી કર્મચારીને સહાય બાબત લેટેસ્ટ પરીપત્ર ઠરાવ અને અનુસુચી (ચેક લિસ્ટ)
Download Covid-19 Sahay Check List::
શું શું  જરૂર પડે 

સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક:પરચ-૧૦૨૦૨૦-૨૫૦-ક તા.૦૮.૦૪.૨૦૨૦ અન્વયે

રાજયમાં નોવેલ કોરોના વાયરસ (Covid-19)નાં સંક્રમણને કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓનાં ભાગરુપે બજાવેલ ફરજો દરમિયાન સંક્રમિત થયેલ કર્મચારી/અધિકારીનાં દુઃખદ અવસાનનાં કિસ્સામાં તેઓનાં આશ્રિત કુટુંબને ૨૫,૦૦,૦૦૦/- અંકે પચ્ચીસ લાખ રુપિયાની સહાય આપવા બાબત દરખાસ્ત અન્વયેનું ચેકલીસ્ટ

1-અરજદારનું પૂરું નામ
૨-અરજદારનું પુરું સરનામું (મોબાઇલ નંબર સાથે)
3-સ્વ. કર્મચારી/અધિકારીનું નામ
4-જે કચેરી ખાતે ફરજ બજાવતાં હતાં તેનું નામ અને સરનામું
5-નિયમિત સેવાઓમાં જોડાએલ હોવાનો આધાર (સેવાપોથીના પૃથમ પેજ અને નિમણૂંક અંગેની નોંધની પ્રમાણિત નકલ)
6-સ્વ. કર્મચારી અધિકારી ની અવસાન તારીખ
(મરણ પ્રમાણપત્રના દાખલાની પ્રમાણિત નકલ રજુ કરવી) 

7-સ્વ. કર્મચારી/અધિકારી ને સોંપવામાં આવેલ કોરોના વાયરસ (Covid-19) હેઠળ કામગીરીના હુકમોની પ્રમાણિત નકલ અને ટુંકી વિગત
a) કોવિડ-૧૯ હેઠળ ફરજ સોંપવામાં આવેલ કચેરીનું નામ
b) જાવક નંબર અને તારીખ 
c ) કામગીરીની વિગત
d) કામગીરીનો સમયગાળો
8-સ્વ. કર્મચારી/અધિકારી ને સોંપવામાં આવેલ કોરોના
વાયરસ (Covid-19) હેઠળ કામગીરીના સમયગાળા
દરમિયાન સંક્રમિત થયેલ છે?
૧. 'હા' – 'ના'
ર. જો 'ના' તો કોરોના વાયરસ (Covid-19) હેઠળ કામગીરીના છેલ્લા દિવસ થી ગણતાં કુલ કેટલા દિવસો બાદ સંક્રમિત થયેલ છે.
૯ સ્વ.કર્મચારી/અધિકારી નાં કોરોના પોઝિટવ રીપોર્ટની પ્રમાણિત નકલ
૧૦ સ્વ. કર્મચારી/અધિકારીનાં અવસાન મેડિકલ/ડિસ્ચાર્જ સર્ટિફિકેટની નકલ
11.સ્વ. કર્મચારી/અધિકારીનાં સામાન્ય નિયુક્તિ ફોર્મની પ્રમાણિત નકલ, પેઢીનામું

૧૨ અરજદારનો સ્વ. કર્મચારી અધિકારી સાથેનો સીધો સંબંધ

13-અરજદારના બેંક ખાતાની વિગતો ( બેંક પાસબુકની ખાતાનંબર, આઇએફએસસી કોડ દર્શાવી પ્રથમ પાનની પ્રમાણિત નકલ)

14-અન્ય કોઇ વિગતો આધાર
તારીખ :
(અરજદારની સહી)

--સ્વ. કર્મચારી/અધિકારીની હાલની શાળા/કચેરીના વડાનો દરખાસ્ત અંગેનો સ્વયંસ્પષ્ટ અભિપ્રાય
તારીખ :
સહી
શાળા કચેરીનો સિક્કો
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીનો સ્વયંસ્પષ્ટ અભિપ્રાય
તારીખ :
સહી
જિ.પ્રા.શિ.અ./શાસનાધિકારી

નમૂનો નીચે આપેલ છે 


COVID-19 HELP OFFICIAL LETTER::


વિષયઃ Covid-19 સમયગાળા દરમ્યાન આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવવામાં આવેલ ફરજ દરમ્યાન સંક્રમિત થવાના કારણે કર્મચારીના આવસાનના કિસ્સામાં ચેકલીસ્ટ રજુ કરવા બાબત, સંદર્ભ (૧) સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંકઃપરચ/૧૦૨૦૨૦/૨૫૦/ક તા.૮/૪/૨૦૨૦.

ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઉકત સંદર્ભ ઠરાવથી રાજ્યમાં નોવેલ કોરોના વાઇરસ (Covid-19)ના સંક્રમણના કારણે રાજ્યમાં ઉત્પન્ન થયેલ પરિસ્થિતિને ધ્યાને લઈ, રાજ્ય સરકારની સેવાના કોઈપણ કર્મચારી/પંચાયત સેવા તેમજ મહાનગરપાલિકા/નગરપાલિકાના કર્મચારી/અધિકારી જે કોરોના વાયરસ (Covid-19) ની કામગીરી સાથે સંકળાયેલ હોય અને ફરજના ભાગરૂપે કોરોના અસરગ્રસ્ત થવાની Covid-19 ના કારણે અવસાન પામે તો તેવા કર્મચારીના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને રૂ.૨૫,૦૦,૦૦૦/- (પચ્ચીસ લાખ)ની આર્થિક સહાય આપવાનું ઠરાવવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજયની પ્રાથમિક શાળાઓ ખાતે ફરજ બજાવતા શિક્ષકો તેમજ જીલ્લા/તાલુકા કક્ષાએ કામ કરતા કર્મચારી/અધિકારીશ્રીઓના Covid-19 હેઠળ કરેલ કામગીરી દરમ્યાન સંક્રમિત થવાના કારણે અવસાનના કિસ્સાઓમાં તેઓના કુટુંબને આર્થિક સહાય પુરી પાડવા અંગેની દરખાસ્ત જિલ્લા કક્ષાએથી આ કચેરી ખાતે રજુ કરવામાં આવે છે. જે મળેલ દરખાસ્ત આ કચેરી દ્વારા મંજુરી અર્થે શિક્ષણ વિભાગને રજુ કરવામાં આવે છે.

જીલ્લા કક્ષાએથી મળતી રજુઆતો દરખાસ્તોમાં અનુભવે ધ્યાને આવેલ છે કે, દરખાસ્ત અવ્યવસ્થિત, અધુરા આધાર-પુરાવાઓ, રજુ કરવામાં આવેલ આધારોનો ક્રમાનુસારનો અભાવ, તેમજ જીલ્લા/તાલુકા કક્ષાએથી સ્વયંસ્પષ્ટ અભિપ્રાય વિનાની મળતી હોવાથી આ અંગે જીલ્લા કક્ષાએ દરખાસ્ત પરત મોકલવા/જરૂરી આધારો રજુ કરવા વારંવાર પૂર્તતા મંગાવવામાં આવે છે. જેના કારણે આશ્રિતોને સહાય આપવામાં વિલંબની સંભાવના વધુ જોવા મળે છે.

જેથી, આ સહાય હેઠળ લાભાર્થી આશ્રિતને વહેલામાં વહેલી તકે લાભ આપવા તેમજ કચેરી કામના ઝડપી નિકાલ તેમજ સમયના બચાવના હેતુસહ જિલ્લા કક્ષાએથી મળતી દરખાસ્ત જીલ્લા કક્ષાએથી સંપૂર્ણપણે ચકાસણી કરી આ સાથે રજુ કરેલ ચેકલીસ્ટ મુજબની માહિતી ભરી આપના સ્વયંસ્પષ્ટ અભિપ્રાય સહ પાન નંબર સહિત દરખાસ્ત બે નકલમાં આ કચેરી ખાતે રજુ કરવાનું આથી પરિપત્રિત કરવામાં આવે છે. જણાવેલ વિગતે દરખાસ્તમાં અધુરાશ જોવા મળશે તેવા કિસ્સામાં અસલ દરખાસ્ત અત્રેથી પરત કરવામાં આવશે. તેમજ તે અંગે આપની અંગત જવાબદારી રહેશે. જેની ખાસ નોંધ લેશો.


નોંધ ઉપર માનનિયામકશ્રીના મળેલ આદેશાનુસાર,
નાયબ શિક્ષણ નિયામક
ગુ.રા. ગાંધીનગર

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો