૫ વર્ષની નોકરી સળંગ...
ક્રમાંક/૪૯/મકમ/મ-૯/૨૦૨૧૮૩૭૪ત કમિશ્નર શાળાઓની કચેરી, ૨૪૦બ્લોક નં.૯, ૧ લો માળ,
ડો.જીવરાજ મહેતા ભવન,
સેકટર૧૦-બી, ગાંધીનગર,
તારીખ : ૧૩/૦૫/૨૦૨૧
પ્રતિ,
જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી,તમામ.
વિષય : રાજયની સરકારી મધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણુંક પામેલ સહાયકોની ૫ વર્ષની સેવાઓને બઢતી પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ લાભો માન્ય ગણવા બાબત. સંદર્ભ : શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંક :સમશ/૧૦૨૦૧૯-૧૭૮૨/ગ.૧ તા.૩૧-૦૩-૨૦૨૧
શ્રીમાન,
ઉપરોક્ત વિષય તથા સંદર્ભના અનુસંધાને જણાવવાનું કે, રાજયની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણુંક પામેલ શિક્ષણ સહાયકોની ૫ વર્ષની સેવાઓને બઢતી અને પ્રવરતાના લાભ આપવાથી રાજય સરકાર ઉપર પડનાર નાણાંકીય ભારણની વિગતો આપની કચેરી દ્વારા મોકલી આપવામાં આવેલ હતી. જે સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા નીચે મુજબની વિગતો /સ્પષ્ટતા માંગવામાં આવેલ છે. જે દિન-૦૨ માં મોકલી આપવા જણાવવામાં આવેલ છે.
(૧) નાણાં વિભાગની તા.૧૬/૦૨/૨૦૦૬ની ફિકસ નીતી અન્વયે નાણાં વિભાગ દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓને આપવામાં આવેલ લાભો તા.૧૬-૦૨-૨૦૦૬ના ઠરાવ મુજબ અને ત્યારબાદ નિમાયેલ શિક્ષણ સહાયકોને આપવામાં આવેલ છે. કે કેમ? તે અંગેની આધાર સહ વિગતો.
(ર) વિભાગના તા.૦૮/૦૩/૨૦૧૯ ના ઠરાવથી પ્રાથમિક શિક્ષકોને જે લાભ આપવામાં આવ્યો છે તે મુજબનાલાભ દરખાસ્ત હેઠળ ખરેખર કેટલા કર્મચારીઓને આપવાનો થશે? તે અંગેની સ્પષ્ટતા,
તેમજ વિભાગના તા.૦૮-૦૩-૨૦૧૯ના ઠરાવનો લાભ તા.૧૨-૦૨-૨૦૦૪ના ઠરાવ મુજબ અને તા.૧૬-૦૨ ૨૦૦૬ના ઠરાવ મુજબ લાગેલ તમામ શિક્ષણ સહાયકોને આપવાનો છે કે કેમ ? તે અંગેની સ્પષ્ટતા કરવા વિનંતી. નોંધ :- ઉપરોકત વિગતો દિન-૦૨ માં ઇ-મેઇલ deputydirector13@gmail.com, પર મોકલી આપવા જણાવવામાં આવે છે.
(મહેશ મહેતા)સંયુક્ત શિક્ષણ નિયામક,(મહેકમ)
ગુ.રા.,ગાંધીનગર
THANKS TO COMMENT