વાવઝોડાંના નામકરણ કોણ કરે છે ?
કેવી રીતે પડે છે નામ ?
⚱️ વાવાઝોડાની લાઈવ માહિતી જાતે જોવ અદભુત website દ્વારા ક્લિક કરો મને
CLICK ME
વાવઝોડાંના ફોઈબા કોણ !
તૌકતે વાવાઝોડાના નામનો અર્થ શું થાય
તેવો ઘણી વખતે લોકોના મનમાં સવાલ થતાં અને તે સ્વાભાવિક છે. આ અંગે જ્યારે વાવઝોડાં-(ચક્રવાતનું)નું નિર્માણ થાય છે તેના થોડા સમયમાં જ તેના નામ બહાર આવી જાય છે. આ વખતના વાવાઝોડાનું નામ તૌકતે રખાયું છે.
, આ વાવાઝોડાનુ નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. જો કે લોકોના મનમાં તે પ્રશ્ન ઉઠતો જ હશે કે આ નામો રાખે છે કોણ?
કેવી રીતે પડ્યુ તૌકતે નામ
દરેક વાવાઝોડાનું નામ હોય છે જેમ કે, ભૂતકાળમાં
ઓખી,
કટરીના,
લીઝા,
લૈરી
વાયુ’, ‘ક્યાર’ અને ‘મહા’ ‘બુલબુલ’ ‘હુદહુદ’,‘વરદા’ જેવા નામો પણ સાંભળ્યા
આવા નામો પણ વાવાઝોડાના રાખવામાં આવ્યા હતા.
આ વખતના વાવાઝોડાનું નામ તૌકતે રાખવામાં આવ્યું છે,
આ ૨૦૨૧નું પહેલું ચક્રવાત છે, .
જેને મ્યાનમાર દ્વારા તૌકતે નામ આપવામાં આવ્યું છે
જેનો અર્થ ગેકો છે એટલે કે ગરમ વાતાવરણમાં જોવા મળતી સ્થાનિક ગરોળીક્ર છે. જેના પરથી મ્યાનમારે આ નામ સૂચવ્યું છે.
બધા દેશો સાથે મળીને આ નામકરણ કરે છે.
જેમાં અલગ અલગ નામો પહેલેથી જ આપી દેવામાં આવ્યા હોય છે.
આ નામકરણ માટે સંગઠન પણ બનાવવામાં આવ્યું છે.
જેમાં વિવિધ દેશોનો સમાવેશ કરાયો છે.
તો આવો જાણીએ તે વિશે વધુ માહિતી.
ચક્રવાતના નામ માટે સમજુતી કરાર
ખરેખર ચક્રવાતનાં નામ એક સમજુતી કરાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ પહેલની શરૂઆત 1953માં એક સંધિ દ્વારા એટલાન્ટિક ક્ષેત્રમાં થઈ. એટલાન્ટિક ક્ષેત્રમાં વાવાઝોડા અને ચક્રવાત નામ આપવાની પરંપરા 1953થી ચાલુ છે, જે મિયામીમાં રાષ્ટ્રીય વાવાઝોડા કેન્દ્રની પહેલથી શરૂ થઈ હતી.
વાવાઝોડાના નામનો અર્થ શું ?
અમેરિકામાં ઓડ-ઈવન પ્રથા,
ઓસ્ટ્રેલિયામાં ભ્રષ્ટ નેતાઓ પર વાવાઝોડાનું નામ
1953 સુધી, ઓસ્ટ્રેલિયામાં ચક્રવાતનાં નામ ભ્રષ્ટ નેતાઓ અને અમેરિકામાં સ્ત્રીઓના નામ (જેમ કે કેટરિના, ઇરમા વગેરે)ના નામ પર રખાતા હતાં, પરંતુ 1979 બાદ એક પુરુષ અને પછી એક સ્ત્રીનું નામ રાખવામાં આવે છે. અમેરિકા દર વર્ષે તોફાનના 21 નામની યાદી તૈયાર કરે છે. જેમાં Q, U, X, Y, Z અક્ષરો પર તોફાનનું નામ રાખવાની પરંપરા નથી. વર્ષમાં 21થી વધુ તોફાન આવે તો અલ્ફા,બીટા,ગામા આધારિત રાખે છે. જે નામોમાં ઓડ-ઈવન પ્રથા અપનાવે છે. ઓડ વર્ષોમાં તોફાનના નામ સ્ત્રીના નામ પર રાખવામાં આવે છે, જ્યારે ઈવન વર્ષોમાં તોફાનના નામ પુરુષો પર આધારિત હોય છે. ઉત્તર પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રમાં આપેલા મોટાભાગના નામ વ્યક્તિગત નામો નથી. જોકે કેટલાક નામો ચોક્કસપણે પુરુષો અને સ્ત્રીઓના નામ પર રાખવામાં આવ્યા છે, પરંતુ મોટાભાગના નામ ફૂલો, પ્રાણીઓ, પક્ષીઓ, ઝાડ, ખાદ્ય ચીજોના નામ પર છે.
વર્ષ 1953 સુધી એટલાન્ટિક સમુદ્રમાં સર્જાતા ઉષ્ણકટિબંધીય વાવાઝોડાનાં(Tropical Cyclone) નામ નેશનલ હરિકેન સેન્ટર દ્વારા આપવામાં આવતા હતા. હવે સમગ્ર વિશ્વમાં આવેલા જુદા-જુદા રાષ્ટ્રો અને સમુદ્રી વિસ્તારોમાં જે વાવાઝોડા સર્જાય છે તેની યાદી વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન દ્વારા તૈયાર કરવામાં આવે આવે છે. અગાઉ વાવાઝોડાનું નામ માત્ર મહિલાઓના નામથી જ રાખવામાં આવતું હતું. 1979માં પુરુષોનાં નામ પણ ઉમેરવામાં આવ્યા. ત્યાર પછી એક મહિલા અને એક પુરુષ એ રીતે વારાફરતી નામનો ઉપયોગ કરવાની શરૂઆત થઈ. 6 નામની યાદીનો વારાફરતી ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે હવે 2019નું લીસ્ટ ફરીથી 2025માં ઉપયોગમાં લેવાશે.
વાવાઝોડાની ગતી વધારે હોય તો વિશેષ નામ અપાય છે
ભારતીય સમુદ્રમાં ચક્રવાતનાં નામ મૂળાક્ષર ક્રમમાં ફાળવાતાં નથી, પરંતુ તે દેશના નામ પરથી રાખવામાં આવે છે, જેણે તેને નામ આપ્યું. જો ચક્રવાતની ગતિ પ્રતિ કલાક 34 નોટિકલ માઇલ કરતાં વધી જાય તો પછી તેને વિશેષ નામ આપવું જરૂરી છે.
ભારતની પહેલ બાદ વાવાઝોડાના નામની સિસ્ટમ શરૂ કરાઈ
હિંદ મહાસાગર ક્ષેત્રના આઠ દેશો (ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન અને થાઇલેન્ડ) એ ભારતની પહેલ પર 2004થી ચક્રવાત વાવાઝોડાના નામ આપવાની સિસ્ટમ શરૂ કરી હતી. વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન અને એશિયા અને પેસિફિક માટે યુનાઈટેડ નેશન્સ ઇકોનોમિક અને સોશિયલ કમિશન દ્વારા વર્ષ 2000માં ચક્રવાતી તોફાનોને નામ આપવાનું શરૂ કરાયું હતું. ઉત્તર હિંદ મહાસાગરમાં આવતા વાવાઝોડાઓનું નામકરણ ભારત મોસમ વિભાગ કરે છે. ભારતે અગ્નિ, વીજળી, મેઘ, સાગર, આકાશ જેવા નામ આપ્યા છે, પાકિસ્તાને નિલોફર, બુલબુલ અને તિતલી જેવા નામ આપ્યા છે. આ નામોમાંથી વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન તોફાનનું નામ રાખે છે.
આવેલા અને આવનારા ચક્રવાત
2004માં ચાર ચક્રવાત આવ્યા હતા - અગ્નિ, હિબારુ, પ્યાર ઔર બાઝ, 2005માં પણ આ જ રીતે 3 ચક્રવાત આવ્યા હતા - પારણું, માલા અને મુકડા. આ જ રીતે 2015માં 4 ચક્રવાત આવ્યા, 2016માં 3 અને 2017માં ફક્ત એક "ઓખી" નામ બાંગ્લાદેશ તરફથી રખાયું હતું. જો હવે પછીનું ચક્રવાત હિંદ મહાસાગર ક્ષેત્રમાં પડે છે, તો ભારત દ્વારા તેનું નામ "સાગર" રાખવામાં આવશે, જે આ 8 દેશો દ્વારા પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું છે. એ જ રીતે, 2018, 2019 અને 2020માં આવતા તમામ ચક્રવાતનાં નામ નક્કી થઈ ચૂક્યાં છે.
ચક્રવાતને ચોક્કસ નામ કેમ આપવામાં આવે છે?
નામકરણની એક ચોક્કસ પદ્ધતિ
ઉષ્ણકટિબંધિય વિસ્તારોના આધારે વાવાઝોડા/ચક્રવાતનું નામકરણ કરવા માટે એક ચોક્કસ પદ્ધતિ બનાવવામાં આવી છે અને તેનું ફરજિયાતપણે અનુસરણ કરવાનું હોય છે. જે-તે વિસ્તારની ઉષ્ણકટિબંધિય વાવાઝોડા સ્થાનિક સમિતિ વાર્ષિક અથવા દ્વિવાર્ષિક બેઠકમાં વાવાઝોડાનાં નામ નક્કી કરતી હોય છે. અત્યારે આવી 5 ઉષ્ણકટિબંધીય સમિતિ કાર્યરત છે, જે તેમના વિસ્તારમાં ઉદભવતા વાવાઝોડાનું નામ નક્કી કરે છે. આ સમિતિઓમાં ESCAP/WMO ટાયફૂન કમિટિ, WMO/ESCAP પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોન્સ, RA-I ટ્રોપિકલ સાયક્લોન કમિટિ, RA-IV ટ્રોપિકલ હરિકેન કમિટિ અને RA-V ટ્રોપિકલ સાયક્લોન કમિટિનો સમાવેશ થાય છે.
ઉષ્ણકટિબંધીય ચક્રવાતનાં નામને એક ચોક્કસ નામ એટલા માટે આપવામાં આવે છે, કેમ કે આગાહી અને ચેતવણી આપનાર હવામાન વિભાગ સામાન્ય લોકોને ચક્રવાત જાણકારી આપી શકે કે ચક્રવાત કઈ દિશામાં આગળ વધી રહ્યું છે, તેની ગતિ કેટલી છે અને લોકો કઈ દાશામાં સુરક્ષિત સ્થળે જવું જોઈએ. જો કોઈ ચક્રવાતને કોઈ નામ આપવામાં ન આવે, તો સામાન્ય લોકો તે જાણી શકશે નહીં કે, ક્યા ચક્રવાત માટે આગાહી અને ચેતવણી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં જાન-માલને વધુ નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત પડોશી દેશોનો સહકાર લઈને આ દુર્ઘટનાનો સામનો સરળતાથી કરી શકાય છે. એટલે કે, સ્થાનિક લોકો અને હવામાન વિભાગ વચ્ચે વાતચીતની સુવિધા માટે આ ચક્રવાતને નામ આપવામાં આવે છે.
વાવાઝોડાના નામોની યાદી પણ તૈયાર કરવામાં આવે છે
વિનાશક વાવાઝોડાના નામનો ભવિષ્યમાં ફરી ઉપયોગ નહીં
કોઈ ચક્રવાત જ્યારે અત્યંત વિનાશક હોય છે ત્યારે તે નામનો ઉપયોગ ભવિષ્યમાં કરવામાં આવતા નથી. આથી તેના કારણે યાદીમાં ફેરફાર થતો હોય છે. આવ જ કેટલાક નામ છે, જેનો એક વખત ઉપયોગ થઈ ગયો છે અને હવે ફરીથી તેનો ઉપયોગ નહીં થાય. જેમ કે, માંગખૂડ (ફિલિપિન્સ, 2018), ઈરમા એન્ડ મારિયા (કેરેબિયન, 2017), હૈયાન (ફિલિપિન્સ, 2013), સેન્ડી (યુએસએ, 2012), કેટરિના (યુએસએ, 2005), મિચ (હોન્ડારૂસ, 1998), ટ્રેસી (ડાર્વિન, 1974).
વાવાઝોડાના નામની યાદી 8 દેશ તૈયાર કરે છે
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડાના નામની યાદી 8 દેશ તૈયાર કરે છે. ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ્સ, મયાંમાર, ઓમાન, પાકિસ્તાન અને થાઈલેન્ડ ચક્રવાતના નામની યાદી તૈયાર કરીને નવી દિલ્હીમાં આવેલા રિજિયોનલ સ્પેશિયલાઈઝ્ડ મેટ્રોલોજિકલ સેન્ટરને મોકલી આપે છે. આ કેન્દ્ર વારાફરતી નામ આપતું હોય છે. અત્યારે આ કેન્દ્ર પાસે 8 દેશના કુલ 64 નામની યાદી તૈયાર છે.
અગાઉ હિંદ મહાસાગરમાં ઉદભવતા ચક્રવાતોનું કોઈ નામ રખાતું ન હતું
નામોને કારણે સાંસ્કૃતિક વિવિધતા વાળા ક્ષેત્રોમાં લોકોની લાગણી દુભાતી હતી. લોકોની ભાવનાને ધ્યાનમાં રાખીને આ ચક્રવાતોનું કોઈ નામ રખાતું ન હતું. ચક્રવાતોના નામને કારણે ક્યારેક વિવાદો પણ ઉભા થવાનો ડર હતો. આ કારણે સંબંધિત દેશોને પોતાના ક્ષેત્રમાં આવનારા ચક્રવાતનું નામ જાતે પાડવાનું કહેવાયું અને વાવાઝોડાના નામ પાડવાની શરૂઆત થઈ.
દેશોના સામાન્ય લોકો પણ ચક્રવાતના નામ સૂચવી શકે છે
ભારત સરકાર લોકો પાસે નાના અને સમજમાં આવે તેવા નામ મંગાવે છે. સાંસ્કૃતિકરૂપે સંવેદનશીલ અને ભડકાઉ નામ ન હોય તેનું ધ્યાન રાખવાનું હોય છે. ફેની વાવાઝોડાનું નામ બાંગ્લાદેશે આપ્યું હતું. સામાન્ય માણસ પણ નામ લખીને મેટરોલોજી ડિપાર્ટમેન્ટને મોકલી શકે છે.
બાંગ્લામાં ફેનીનો મતલબ સાપ એવો થાય છે
2013માં શ્રીલંકાએ એક વાવાઝોડાનું નામ મહાસેન આપ્યું હતું. જો કે શ્રીલંકામાં જ મહાસેનના નામ પર જોરદાર વિરોધ થયો હતો. શ્રીલંકામાં રાજા મહાસેન શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે. 'મહા' વાવાઝોડાનું નામ ઓમાને આપ્યું છે જે 8માંનો એક દેશ છે. 'મહા'નો મતલબ એરેબિકમાં 'વાઈલ્ડ કાઉ' એવો થાય છે.
માહિતી ઇન્ટરનેટ ના માધ્યમથી આપવામાં આવી છે
THANKS TO COMMENT