કે મારી કોઈ ભૂલજ ના થાય -અહંકાર વિનાશ નોતરે

Baldevpari
0

કે મારી કોઈ ભૂલજ ના થાય -અહંકાર વિનાશ નોતરે 

સચ્ચાઈ છુપ નહીં સકતી,
બનાવટ કે ઉસૂલોં સે,
કિ ખુશ્બુ આ નહીં સકતી,
કભી કાગજ કે ફૂલોં સે.
એક માણસ હતો. મૂર્તિઓમાં ખૂબ સારો કારીગર. એવી મૂર્તિઓ બનાવે કે લોકો દંગ રહી જાય. પણ મુશ્કેલી એ હતી કે એને અભિમાન ખૂબ હતું. તે પોતાની જાતને શ્રેષ્ઠ માનતો હતો. એક વખત તેણે અજબ કુશળતાથી પોતાની એવી આબેહૂબ મૂર્તિ બનાવી કે, અસલ કઈ અને નકલ કઈ, એ કોઈ ઓળખી શકે જ નહીં. તે સમજ્યો કે, ‘મનુષ્યો મને અને મારી મૂર્તિને ભિન્ન નથી જાણતા તેથી યમદૂતને પણ ઠગું !’ એમ વિચારી તેણે પોતાના જેવાં દશ-બાર પૂતળાં બનાવ્યાં. જ્યારે યમદૂતો તેને લેવા આવ્યા, ત્યારે તે પૂતળામાં ભરાઈ બેઠો.

દૂતો મૂંઝાઈ પાછા ગયા અને પોતાના સરદાર પાસેથી યુક્તિ શીખી ફરી આવ્યા. યમદૂતો ફરી આવ્યા ત્યારે પણ તે પેલા પૂતળામાં ભરાયો હતો. યમદૂતોએ તેનાં વખાણ કરવાં શ‚ કર્યાં. ‘વાહ ! આ કેવો કારીગર છે, બ્રહ્મા પણ આની પાસે પાણી ભરે ! એવો કારીગર કોઈ સ્થળે જોયો નથી, પણ એક સામાન્ય ખામી રહી ગઈ છે.’ આ સાંભળતાંની સાથે જ પેલો બહાર આવ્યો અને બોલ્યો : ‘એવું બને જ નહીં. હું શ્રેષ્ઠ છું ?’ યમદૂતો બોલ્યા : ‘તારા આ અમારી આગળ આવવાના ડહાપણમાં જ.’ એમ કહીને તેઓએ તેને પકડી લીધો અને લઈ ગયા. તાત્પર્ય એ છે કે, ‘હું જ શ્રેષ્ઠ છું. ?’ કે મારી કોઈ  ભૂલજ ના થાય   એ માનવું એ જ મોટી ભૂલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)