શું ગુજરાતમાં ધોરણ-12ની બોર્ડની પરીક્ષા લેવાશે ? CBSEની પરીક્ષા રદ થઈ
PMની અપીલથી CBSEની પરીક્ષા રદ,
GSEBની પરીક્ષા લેવી કે કેમ?
આવતીકાલની કેબિનેટની બેઠકમાં ચર્ચા કરી ફેરવિચારણા કરવામાં આવી શકે
NSUI ધોરણ-10ના રીપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાની માગ કરવા શિક્ષણ મંત્રીને મળશેકેન્દ્ર સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. આ માહોલમાં વિદ્યાર્થીઓને પરીક્ષાનો તણાવ આપવો યોગ્ય નથી. આપણે તેમના જીવનને જોખમમાં મુકી શકીએ નહીં.
બીજી તરફ મંગળવારના 5 વાગ્યે ગુજરાત બોર્ડે GBSEની ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું છે. આ ટાઈમ ટેબલ જાહેર થયાના બે કલાક બાદ કેન્દ્ર સરકારે CBSEની પરીક્ષા રદ કરતા સૌ એક જ સવાલ છે કે હવે ગુજરાત બોર્ડની પરીક્ષાનું શું થશે?
CBSEને અનુસરી GSEBએ ધો.10ની પરીક્ષા રદ કરી હતી
આ પહેલા ગત એપ્રિલમાં CBSEની ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત સરકારે મે મહિનામાં ધો. 10ના આશરે 8.60 લાખ વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીને કારણે માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.
આ પહેલા ગત એપ્રિલમાં CBSEની ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત સરકારે મે મહિનામાં ધો. 10ના આશરે 8.60 લાખ વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીને કારણે માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.
પીએમ મોદીની અપીલ બાદ હવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા લેવી કે ના લેવી
બોર્ડની પરીક્ષા રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી છે. 31 મેના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ પાસે 2 દિવસનો સમય માંગ્યો હતો.
ગુજરાતનું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયુંપીએમ મોદીએ CBSEની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધા આદેશ બાદ હવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ આ મામલે ફેર વિચારણા કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના જીવ જોખમમાં મૂકી પરીક્ષા ના લેવા માટેનું કારણ રજૂ કર્યા બાદ ગુજરાતનું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે.
સરકાર અને શિક્ષણ બોર્ડમાં ગંભીર ચર્ચાઓ શરૂ
ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડમાં આ મામલે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે મળનારી કેબિનેટની બેઠકમાં વડાપ્રધાનની અપીલને ધ્યાનમાં લઈને કોરોનાની હાલની પરિસ્થિતિ સમીક્ષા, વાલી, વિદ્યાર્થીઓ તથા સંકૂલ સંચાલકોના મંતવ્યોના આધારે ફેર વિચારણા કરવામાં આવે એવી શક્યતાઓ છે.
ધો.12 સાયન્સનું ટાઈમ ટેબલ
1-જુલાઇ ફિઝિક્સ3-જુલાઇ કેમિસ્ટ્રી
5-જુલાઇ બાયોલોજી
6-જુલાઇ ગણિત
8-જુલાઇ અંગ્રેજી
10-જુલાઇ ભાષાના પેપર
ધોરણ-12ની પરીક્ષા રદ કરવા વાલી મંડળની માંગ
CBSEએ ધોરણ 12ની પરીક્ષા રદ કરતા ગુજરાત વાલી મંડળે પણ પરીક્ષા રદ કરવાની માંગ કરતા કહ્યું કે, ગુજરાત સરકારે પણ સમીક્ષા કરવી જોઈએ. શિક્ષણ વિભાગે ફરીથી વિચાર વિમર્શ કરવો જોઈએ.ધો.10ના રિપીટરોનું ટાઈમ ટેબલ
તારીખ પેપર1-જુલાઇ ભાષાઓના પેપર
2-જુલાઇ ગુજરાતી
3-જુલાઇ વિજ્ઞાન
5-જુલાઇ ગણિત
6-જુલાઇ સામાજિક વિજ્ઞાન
7-જુલાઇ અંગ્રેજી
8-જુલાઇ દ્વિતીય ભાષા
ધો.10ના રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપોઃ NSUI
સરકારના નિર્ણય સામે વિદ્યાર્થીઓમાં રોષ
રિપીટર વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું?NSUI દ્વારા માંગ ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવું જોઈએ. આ અંગે અમે શિક્ષણમંત્રીને પણ રજૂઆત અને વિરોધ કરીશું.
news વાંચો
THANKS TO COMMENT