પરીક્ષા રદ ધોરણ 12ની બે પ્રવાહની
રાષ્ટ્રીય સ્તરે સીબીએસઇ સહિતના બોર્ડની ધો.12ની પરીક્ષા રદ
રાષ્ટ્રીય સ્તરે સીબીએસઇ સહિતના બોર્ડની ધો.12ની પરીક્ષા રદ થયા બાદ ગુજરાત સરકારે પણ હવે રાજય બોર્ડની ધો.12ની પરીક્ષા રદ કરી છે. હજુ બે દિવસ પહેલા જ રાજય સરકાર દ્વારા પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું હતું
પરંતુ ગઇકાલે કેન્દ્રીય સ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક તાકીદની બેઠકમાં હાલની પરિસ્થિતિ જોતાં સીબીએસઇ ધો.12ની પરીક્ષા નહી લેવા નિર્ણય લીધો હતો અને તે બાદ અન્ય બે કેન્દ્રીય બોર્ડ આઇએસસી તથા સીઆઇએસસીઇ દ્વારા પણ ધો.12ની પરીક્ષા રદ કરાતા
આજે ગુજરાત કેબીનેટની બેઠક મળી હતી અને તેમાં રાજયની ધો.12ની બોર્ડની પરીક્ષા પણ રદ કરવા નિર્ણય લીધો છે
તા.1 જુલાઇથી યોજાનારી આ પરીક્ષા હવે લેવાશે નહી. ગઇકાલે જ રાજયના વાલી મંડળે કોરોનાની સ્થિતિ હજુ અનિશ્ર્ચિત હોવાથી રાજય સરકારને કોઇ જોખમ ન લેવા અને વિદ્યાર્થીઓના સ્વાસ્થય સાથે ચેડા ન કરવા પણ અપીલ કરી હતી. માનવામાં આવે છે કે રાજય સરકાર આ અંગે ગમે તે ઘડીએ સત્તાવાર જાહેરાત કરશે.
બીજી તરફ ધો.10ના રીપીટર માટે પરીક્ષાનો પણ નિર્ણય લેવાશે.
કેવી રીતે આપશે ગુણ
હવે વિદ્યાર્થીઓને આંતરીક પરીક્ષાઓના આધારે ગુણ ફાળવીને મેરીટ નક્કી કરાશે.
જો કે ગુજરાત સરકાર પણ કેન્દ્રની જેમ જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી હોય તેના માટે અલગથી વ્યવસ્થા કરી શકે છે.
અને માત્ર 24 કલાકમાં જ ગુજરાત સરકારે કેન્દ્ર ની ગાઈડ લાઈન મુજબ નિર્ણય જાહેર કર્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા કોરોના માં વિદ્યાર્થીઓ ના હિત માં CBSEની પરીક્ષા રદ કરવાની વાત બાદ ગુજરાત બોર્ડની પરીક્ષા જાહેર કરનાર ગુજરાત સરકાર મુંઝવણમાં મુકાઈ હતી અને આખરે આજે શિક્ષણ મંત્રી એ ગુજરાત બોર્ડ ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે અને કેન્દ્ર ની ગાઈડ લાઈન મુજબ આગળ ના નિર્ણય ની જાહેરાત કરી છે.
આખરે કેન્દ્ર ની ગાઈડ લાઈન મુજબ ગુજરાત સરકારે નિર્ણય જાહેર કરી ધો.12 ની પરીક્ષા રદ કરી છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ પત્રકારપરિષદમાં આ અંગે જાહેરાત કરી છે. આ પહેલાં કેન્દ્ર સરકારે સીબીએસઈ બોર્ડની ધોરણ-12ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ રદ કરી નાખી હતી. જે બાદ રાજ્ય સરકારે સંબંધિત નિર્ણય લીધો હતો.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પત્રકારપરિષદમાં જણાવ્યું, "ધોરણ 12ની પરીક્ષા રદ કરવામાં આવી છે અને આગળની કામગીરી અંગે કેન્દ્ર સરકાર વિગતવાર ગાઇડલાઇન બહાર પાડશે એ મુજબ કામગીરી કરવામાં આવશે."
કોરોનાએ ખરેખર વિધાર્થીઓને લીલાલહેર કરવી દીધા છે.
ધો.12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ મળીને 6.92 લાખ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે.
THANKS TO COMMENT