Breaking News

ધોરણ 12ના વિદ્યાર્થી માટે પરિણામ અંગે બોર્ડનો મોટો નિર્ણય

ધોરણ 12ના વિદ્યાર્થી માટે પરિણામ અંગે બોર્ડનો મોટો નિર્ણય

જે માસ પ્રમોશનથી સંતુષ્ટ નથી

1-પરિણામથી અસંતોષ હોય તો શું કરવું પડશે 
2-પરિણામથી અસંતોષ હોય તો પરીક્ષા આપી શકશો
3-માર્કશીટ 15 દિવસમાં ગાંધીનગરમાં જમા કરાવવી પડશે
4-તમામ પ્રવાહના વિદ્યાર્થી માટે શિક્ષણ બોર્ડનો નિર્ણય
5-પરીક્ષાની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે

માસ પ્રમોશન અને તેના પરિણામથી અસંતુષ્ટ વિધાર્થીઓ

રાજ્યના તમામ એવા વિધાર્થીઓ જે માસ પ્રમોશનથી સંતુષ્ટ નથી તે હવે પરીક્ષા આપી શકશે.
ટૂંક સમયમાં પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે. અસંતુષ્ટ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ગાંધીનગર ખાતે જમા કરાવીને ફરી પરીક્ષા આપી શકે છે. આ માટે એક અલગ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવશે. માસ પ્રમોશન પદ્ધતિનું પરિણામ 15 દિવસમાં બોર્ડમાં જમા કરાવવાનું રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના પરિણામ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને વિષયવાર ગુણ આપવામાં આવશે.

રાજ્ય સરકાર ના જણાવ્યા અનુસાર 
ધો. 10ના પરિણામના 50 માર્ક્સ, 
ધો.11ના પરિણામના 25 માર્ક્સ, 
અને ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ભેગા કરી 
ધોરણ 12 ની માર્કશીટ તૈયાર કરવામાં આવશે. 
સંભવત: જુલાઇના બીજા અઠવાડિયામાં 
વિધાર્થીઓને તેમના પ્રમાણપત્ર મળી જશે. 
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સુપ્રીમ કોર્ટમાં 
પરીક્ષાના પરિણામો અંગેની એક ફોર્મ્યુલા રજૂ કરી છે 
જે અનુસાર 31 જુલાઈ સુધીમાં પરિણામો જાહેર કરવાની બોર્ડે નિર્ણય કર્યો છે.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો