આવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે

Baldevpari
0

ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્રો દ્વારા અપાતા

આવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય :-

દર વર્ષે આવકનું પ્રમાણપત્ર મેળવવામાંથી મુક્તિ :-

🟠🟢રાજ્ય સરકારની યોજનાઓના લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય તેવા જનહિત ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો નિર્ણય
🟠🟢મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
🟠🟢મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં ‘‘ડિજીટલ ગુજરાત’’ અન્વયે આવકના જે પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે 
🟠🟢તેની સમયમર્યાદા હવે ૧ વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવામાં આવી છે
🟠🟢શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના આ જનહિતકારી નિર્ણયને પરિણામે રાજ્યના ગ્રામ્ય વિસ્તારના લાખો લાભાર્થીઓને હવે વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવાની સરળતા થશે
🟠🟢અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવકના પ્રમાણપત્રો ઇસ્યુ થયા તારીખથી ત્રણ વર્ષ માટે ગ્રાહ્ય રાખવામાં આવે છે
🟠🟢રાજ્યના અન્ય વિભાગોની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા લાભાર્થીઓને દર વર્ષે આવકનું પ્રમાણપત્ર લેવું પડતું હોય છે.
🟠🟢મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ સમસ્યાનું નિવારણ લાવતાં હવે તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી આપવામાં આવતા આવકના પ્રમાણપત્રોની અવધિ પણ ૧ વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવાનો નિર્ણય કર્યો છે
🟠🟢તદઅનુસાર, હવેથી રાજ્યના લાભાર્થીઓને દર વર્ષે નવા આવક પ્રમાણપત્ર મેળવવાથી મુક્તિ મળશે અને એક જ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહિ.
🟠🟢આ અંગેના જરૂરી આદેશો રાજ્યના પંચાયત વિભાગે બહાર પાડયા છે.
🟠🟢દર વર્ષે આવકનું પ્રમાણપત્ર મેળવવામાંથી કેમ મુક્તિ ? જાણો વિગત વાર માહિતી ન્યુઝ પેપરમાં નીચેની લિન્કથી 

https://gujaratexclusive.in/income-certificates-will-be-valid-for-three-years/

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)