Breaking News

પાત્રા જાતે જ બનાવો ઘરે -સ્વાદિષ્ઠ



આપણ બનાવો ક્લિક કરો 

💢સ્વાદિષ્ઠ પાત્રા જાતે જ બનાવો ઘરે

🟢દાઢમાં રહી જશે સ્વાદ,  ખાવાની પડી જશે મજા
🟢ખાવાના શોખીનો માટે લેટેસ્ટ પ્લાન 
🟢જાતે બનો એક્સપર્ટ
🟢પહેલા નબરે આવતા ગુજરાતીઓ -સ્વાદ લેવા માં 
🟢તો આવો આજે નવી વાત પણ જાણીએ અને માણીએ 
🟢તો આવો જોઇએ કેવી રીતે બનાવાય 
અળવીના પાનના પાત્રા
🟢જે ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સહેલી હોય છે
🟢જેને તમે નાસ્તામાં પણ બનાવી શકો છો.

💢સામગ્રી

2  ચમચી

4 નંગ - અળવી ના પાન
✔2 ચમચી - તલ
2 નાની ચમચી - આદુ-મરચાની પેસ્ટ
2 ચમચી - તેલ
2 મોટી ચમચી - લીંબુનો રસ
1 કપ - ચણાનો લોટ

1- ચમચી

1 નાની ચમચી - રાઇ
1 ચપટી - હીંગ
1 ચમચી - જીરા પાઉડર
1 નાની ચમચી - ગરમ મસાલો

1/2  ચમચી

1/2 ચમચી - હળદર
1/2 ચમચી - લાલ મરચું
સ્વાદાનુસાર - મીઠું
જરૂરિયાત મુજબ - પાણી


💢કેવી રીતે બનાવશો પાત્રા 

જાણીએ બનાવવાની રીત

💢સૌ પ્રથમ પાત્રા બનાવવા માટે 

🟠અરવીના પાનને ચોખ્ખા પાણીથી ધોઇ લો 
🟠અને પાનના ડીટા ચપ્પુની મદદથી કટ કરી લો. 
🟠હવે એક બાઉલમાં ગોળ અને પાણી મિક્સ કરીને 
🟠30 સેકન્ડ ગરમ કરી લો. 
🟠હવે એક વાસણમાં 
🟠ચણાનો લોટ, 
🟠ધાણાજીરૂ, 
🟠જીરૂ, 
🟠ગરમ મસાલો, 
🟠હીંગ, 
🟠આદુ-મરચાની પેસ્ટ, 
🟠મીઠું,
🟠તલ, 
🟠પાણી અને 
🟠લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. 
🟠હવે અરવીના પાન લો અને તેની પર 
🟠ચણાના લોટનું ખીરુ લગાવીને ફેલાવી દો.

🟠હવે પાનની ઉપર બીજુ એક પાન રાખીને 
🟠તેની પર ચણાના લોટનું ખીરૂ લગાવી દો 
🟠અને તેના રોલ બનાવી લો. 
🟠આ રીતે જ બીજા પાન સાથે કરો. 


🟠રોલ કરતા સમયે પાનને ચણાના લોટનું 
🟠મિશ્રણ લગાવવાનું ભુલશો નહીં. 
🟠દરેક પાન રોલ થઇ જાય એટલે ઇડલીના 
🟠કુકરમાં પાણી ઉમેરી તેને જાળી પ્લેટમાં તેલ લગાવી દો 
🟠અને ધીમી આંચ પર તૈયાર રોલને 
🟠કુકરમાં 25-30 મિનિટ માટે સ્ટીમ થવા માટે રાખી લો. 
🟠ત્યાર પછી તેને બહાર નીકાળી ઠંડા થવા દો. 
🟠તૈયાર રોલ ઠંડા થાય એટલે 
🟠તેને ગોળ સ્લાઇસમાં કટ કરી લો. 


🟠હવે ઘીમી આંચમાં એક પેનમાં તે ગરમ કરો. 
🟠તેલ ગરમ થાય એટલે રાઇ અને તલ ઉમેરો. 
🟠રાઇ ચટકે એટલે તેમા કટ કરેલા પાત્રા ઉમેરો. 
🟠તેની ઉપરથી તમે અડધી ચમચી લાલ મરચું ઉમેરી શકો છો. 
🟠હવે તેના બરાબર હલાવો. 
🟠એક મિનિટ પછી ગેસની આંચ બંધ કરી દો. 
🟠તૈયાર છે અરવીના પાનના સ્વાદિષ્ટ પાત્રા… 


🟠તેને તમે ટામેટાની ચટણી સાથે સર્વ કરી શકો છો.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો