Breaking News

INCOME TAX 2022-23 માટે ગણતરી કરો એકસેલથી

INCOME TAX 2022-23ની ગણતરી કરો એકસેલ સીટથી તરત અહી એ માટે બે પ્રોગ્રામ આપેલ છે 

ઇન્કમટેક્ષ વર્ષ ૨૦૨૨ -૨3નું આકારણી-૫ત્રક 
ઓટોમેટિક ગણતરી થઈ જશે ડાઉનલોડ ફાઈલ
નીચે આપવામાં આવેલ છે ડાઉનલોડ ફાઈલની લિન્ક  
આ છે ટૅક્સ પ્લાન અને બચાવવા માટે રોકાણ કરવાની 10 રીતો 
INCOME TAX 2022-23 માટે ગણતરી કરો એકસેલથી

1. INCOME TAX હેલ્થ ઇન્શ્યોરન્સ(Health Insurance)

સૅક્શન 80ડી અંતર્ગત પરિવારના હેલ્થ ઇન્શ્યોરન્સનાં પ્રીમિયમની 25 હજાર સુધીની રકમ ટૅક્સમાફી માટે પાત્ર છે. 
🔷જો પરિવારમાં સિનિયર સિટીઝન હોય તો વધુ 30 હજાર સુધીની રકમ પર ટૅક્સમાફી પાત્ર થાય છે. 
🔷આ લિમિટમાં હેલ્થ ચૅકઅપ માટે ખર્ચાયેલા પાંચ હજાર રૂપિયાનો પણ સમાવેશ થાય છે.

2. INCOME TAX લાઇફ ઇન્શ્યોરન્સ :(life insurance

🔷લાઇફ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ સૅક્શન 80સી અંતર્ગત ટૅક્સ ડિડક્શનને પાત્ર છે. 
🔷આ સૅક્શન અંતર્ગત પીપીએફ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ, સુકન્યા સમૃદ્ધિ, નેશનલ પૅન્શન સિસ્ટમ 
🔷અને બાળકોની ફી પણ ટૅક્સમુક્તિને પાત્ર ગણાય છે. 
🔷જેમાં તેની લિમિટ દોઢ લાખ નક્કી કરવામાં આવી છે.

3. INCOME TAX ઉચ્ચ-શિક્ષણ માટેની ફી ચૂકવીને : 

🔷ઇન્કમટૅક્સ માટેના સૅક્શન 80ઈ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ 
🔷માટે લીધેલી લોનનું વ્યાજ કરમાફી માટે પાત્ર ગણાય છે. 
🔷આઠ વર્ષ અથવા તો વ્યાજ ચૂકવવાનું પૂર્ણ થાય, 
🔷આ બન્નેમાંથી જે વહેલું પૂરું થાય તે મુજબ કરમાફી નક્કી થાય છે.

4. INCOME TAX ઘર ખરીદીને : 

🔷સૅક્શન 24 અંતર્ગત હોમ લોન પર ચૂકવેલું 
🔷2 લાખ સુધીનું વ્યાજ કરમાફીને પાત્ર છે. 
🔷જોકે, તેને લગતા કેટલાક અન્ય નિયમો પણ છે, 
🔷જે ધ્યાને રાખવા જરૂરી છે.

5. કેપિટલ ગેઇન ટૅક્સ બચાવીને : 

🔷લાંબા સમયથી પોતાની પાસે રહેલી સંપત્તિનું વેચાણ કર્યા 
🔷બાદ નફાની રકમનું ફરીથી રોકાણ કરવામાં આવે 
🔷તો કેપિટલ ગેઇન ટેક્સમાંથી મુક્તિ મળી શકે છે. 
🔷લાંબા ગાળાની સંપત્તિ તરીકે ગણવામાં આવે 
🔷તે માટે સંપત્તિ 3 વર્ષથી વધુ સમય માટે હોવી જોઈએ.

6. INCOME TAX ઇક્વિટી શૅર્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ

🔷આ બન્ને લાંબા ગાળાના લાભો પણ (એક લાખની મર્યાદામાં) કરમુક્ત છે,
🔷 જો કે આ શૅરો અને ભંડોળ ઓછામાં ઓછા એક વર્ષ માટે પાસે હોવા જરૂરી છે. 
🔷આ ઉપરાંત પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ 
🔷(દોઢ લાખની ટોચમર્યાદામાં), તેની ઉપર 
🔷મળતું વ્યાજ તથા પાકતી મુદ્દતે તેમાંથી 
🔷મળતી કુલ રકમ પણ કરમુક્ત હોય છે. 
🔷આથી, તેને મુક્તિ-મુક્તિ અને મુક્તિ એમ 
🔷ટ્રીપલ મુક્તિની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

7. INCOME TAX દાન : 

🔷કોઈ પણ ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાને 
🔷કરેલું દાન પણ કરમુક્તિને પાત્ર છે. જોકે, 
🔷તેમાં માત્ર રોકડ દાનની જ ગણતરી કરવામાં આવે છે. 
🔷કોઈ વસ્તુ કે સામગ્રીના દાનની કોઈ નોંધ લેવાતી નથી.

8. INCOME TAX પોસ્ટ ઑફિસની બચત યોજનાઓ : 

🔷પોસ્ટ ઑફિસમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે 
🔷ફિક્સ્ડ ડિપૉઝિટમાં મુકાયેલી રકમ પર ટૅક્સ માફ હોય છે. 
🔷તેનો બીજો ફાયદો એ પણ છે કે, 
🔷બૅન્કો કરતા ત્યાં વ્યાજનો દર પણ વધારે મળે છે.

9. INCOME TAX નાના ગાળાની બચત યોજનાઓ : 

🔷નાના ગાળાની બચત યોજનાઓ જેવી કે 
🔷એસઆઈપી એ ટૅક્સ બચાવવા માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે.
🔷કારણ કે તેના પર મળતું રિટર્ન પણ ઘણું વધારે હોય છે. 
🔷સૅક્શન 80સી અંતર્ગત એસઆઈપી દ્વારા 
🔷ટૅક્સેબલ ઇન્કમમાંથી 1.5 લાખ સુધીના પૈસા બાદ કરી શકાય છે. 
🔷ટૅક્સ માટેનાં સૌથી ઊંચા સ્લૅબ 30 ટકા પ્રમાણે વર્ષમાં 
🔷અંદાજે 45 હજાર સુધીની બચત કરી શકાય છે.

Income tax planning 2022-23 : 

🔷નાણાકીય વર્ષ 2022-23 માટે ટેક્સ-સ્લેબના રેટ્સમાં ગયા વર્ષની તુલનામાં કોઈ ફેરફાર થયો નથી અને સૌથી ઊંચો સ્લેબ રેટ 30 ટકા છે. 

🔷આ ઉપરાંત સરચાર્જ (આવક સ્ત્રોત મુજબ ) અને 
🔷આરોગ્ય અને શિક્ષણ સેસ 
🔷(બેઝિક ટેક્સ અને સરચાર્જના 4 ટકા પર) લાગુ પડશે. 
🔷આમ, મહત્તમ માર્જિનલ ટેક્સ રેટ 42.744 ટકા છે.
🔷લગભગ લોકો છેલ્લી ઘડીએ આવકવેરા 
🔷(Income tax planning)ને લગતા કામ પતાવે છે. 
🔷પરંતુ યાદ રાખો કે, વર્ષની શરૂઆતમાં જ તમારા કરવેરાને લગતું પ્લાનિંગ શરૂ કરવું જોઈએ જે હંમેશાં વધુ સારું હોય છે. 
🔷જેથી અહીં આપણે વિવિધ કર જોગવાઈઓ (Tax provisions)ની યાદી જોઈશું અને તે વર્ષ માટેના ટેક્સ પ્લાનિંગમાં મદદ કરશે. 
🔷આવકવેરા ધારા, 1961 (કાયદો) હેઠળ વ્યક્તિગત કરદાતાને લાગુ પડતી કેટલીક જોગવાઈઓ નીચે મુજબ છે.
►1
🔷રોકાણ/કન્ટ્રીબ્યુશન કાયદાની કલમ 80સી હેઠળ રૂ.150,000 સુધીની કપાતને પાત્ર છે.
►2
🔷વ્યક્તિ નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ)માં પણ રોકાણ કરી શકે છે અને કાયદાની કલમ 80સીસીડી (1બી) હેઠળ 50,000 રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકે છે.
►3
🔷પોતાના માટે કે જીવનસાથી અને આશ્રિત બાળકો માટે રૂ. 25,000 સુધીના તબીબી વીમા પ્રીમિયમની ચૂકવણી 
🔷અને માતા-પિતા માટે રૂ. 25,000 સુધીની ચૂકવણી કપાત તરીકે માન્ય છે. 
🔷વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં આ મર્યાદા 50,000 રૂપિયા સુધી વધારવામાં આવી છે.
►4
🔷આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે લેવામાં આવતી 
🔷એજ્યુકેશન લોન પર ચૂકવેલા વ્યાજ માટે કપાતની મંજૂરી છે. 
🔷તે શરતોને આધીન છે. 
🔷આ કપાત આઠ વર્ષ માટે અથવા વ્યાજની ચૂકવણી ન થાય ત્યાં સુધી, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી માન્ય છે
►5
🔷સંસ્થા/ફંડને અપાતું દાન 
🔷સંસ્થા/ફંડ પ્રકારને આધારે કરવામાં આવેલા 
🔷દાનના 50-100 ટકા સુધીની કપાત તરીકે ઉપલબ્ધ છે.
►6
🔷મિલકતની ખરીદી માટે લીધેલી લોન પર વ્યાજની ચૂકવણીમાં 
🔷(પોતાના કબજાવાળી મિલકત માટે) 200,000 રૂપિયા સુધીની છૂટ છે, 
🔷જ્યારે લેટ આઉટ મિલકતોના કિસ્સામાં કપાતની કોઈ મર્યાદા નથી. 
🔷જોકે, લેટ આઉટ પ્રોપર્ટીના કિસ્સામાં, 
🔷તે જ વર્ષમાં સેટ-ઓફ માટે માત્ર રૂ. 200,000 સુધીના 
🔷નુકસાનની ગણતરી થાય છે અને બાકીની રકમ મકાનની મિલકત 
🔷(આગામી આઠ વર્ષ સુધીની) 
🔷આવક સામે સેટ-ઓફ માટે આગળ ધપાવવાની જરૂર હોય છે.
►7

🔷INCOME TAX ભાડાની ચૂકવણી

🔷મકાન ભાડા ભથ્થું (HRA) પ્રાપ્ત કરતી વ્યક્તિઓ 
🔷માટે ચૂકવેલ ભાડામાં મુક્તિને નીચેનામાંથી મંજૂરી આપવામાં આવી છે:
મેળવેલું વાસ્તવિક HRA
🔷વાસ્તવિક ભાડાની ચૂકવણી બેઝિક પગારના 
🔷10 ટકા સુધી ઘટાડવામાં આવી છે અથવા 
🔷બેઝિક પગારના 40 ટકા / 50 ટકા 
🔷(રહેઠાણના સ્થાનના આધારે) ગણતરી થાય છે.
🔷HRA પ્રાપ્ત ન કરતી વ્યક્તિઓ માટે કપાતને 
🔷નીચેનામાંથી (શરતોને આધિન) મંજૂરી આપવામાં આવી છે:

🔷ચૂકવવામાં આવેલા વાસ્તવિક ભાડામાં કુલ આવકના 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અથવા કુલ આવકના 25 ટકા રહે છે.

🔷કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ પણ વ્યક્તિ પાસેથી પ્રાપ્ત થયેલી 
🔷કોઈપણ રકમ (એમ્પ્લોયર સહિત) 
🔷પોતાના અને / અથવા પરિવાર માટે કોવિડ -19 
🔷તબીબી સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે 
🔷તો તેને અમુક શરતોને આધિન મુક્તિ આપવાનો પ્રસ્તાવ છે.
🔷આ ઉપરાંત એમ્પ્લોયર પાસેથી મૃત્યુની તારીખથી 12 મહિનાની 
🔷અંદર મૃતક વ્યક્તિના પરિવાર દ્વારા પ્રાપ્ત કોઈપણ રકમને 
🔷કોઈ પણ મર્યાદા વિના મુક્તિ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે 
🔷અને જો તેમના એમ્પ્લોયર સિવાય અન્ય કોઈ વ્યક્તિ
🔷 પાસેથી પ્રાપ્ત થાય તો તેને 10,00,000 રૂપિયા 
🔷સુધી મર્યાદિત કરવામાં આવી છે. 
🔷આ સુધારો નાણાકીય વર્ષ 2019-20થી પૂર્વવર્તી 
🔷અસરથી અમલી મુકવાનો પ્રસ્તાવ છે.
👉 ઇન્કમટેક્ષ આકારણી ૫ત્રક વર્ષ 2021-22 માટે ઇન્કમટેક્સ એક્સલ ફાઈલ ડાઉનલોડ કરો.
આ વર્ષ માટે જોવ નવા નિયમો માટે નો પરીપત્ર 
પ્રોગ્રામ-1
સતનામભાઈ  દ્વારા બનાવવા માં આવેલ પ્રોગ્રામ આભાર સતનામભાઈ
➦પ્રોગ્રામ-2
સુલેમાનભાઈ દ્વારા બનાવવા માં આવેલ પ્રોગ્રામ આભાર સુલેમાન ભાઈ

1 ટિપ્પણી:

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો