Breaking News

અધૂરપની અવગણના કરતા પહેલા જાણો .. | પ્રેરણાદાયી કથા

અધૂરપની અવગણના કરતા પહેલા જાણો... | પ્રેરણાદાયી કથા 

ભારતના એક અંતરિયાળ આદિવાસી ગામડાની કથા છે.
એક સ્ત્રી હરરોજ સવારે પાણી ભરવા ખભે કાવડ ઉઠાવી ઘરથી તળાવ સુધી જતી. ખભે મૂકેલી કાવડના છેડે બે મટકાં લટકતાં. બેમાંથી એક માટલું સારું હતું પણ બીજામાં કાણાં પડી ગયેલાં. તળાવથી ઘર સુધીના લાંબા માર્ગે પાછા ફરતા સુધીમાં પાક્કા માટલામાં તો બધું પાણી જળવાઈ રહેતું પણ બીજા ફૂટેલા માટલામાંથી ઘણુંખરું પાણી વહી જવા પામતું. બનવાજોગ છે કે ગરીબીને કારણે કાણિયું માટલું બદલી નાખવા જેવી સ્થિતિ કદાચ એ સ્ત્રીની નહીં હોય.

અધૂરપની અવગણના કરતા પહેલા જાણો .. | પ્રેરણાદાયી કથા



લગાતાર બે વર્ષ સુધી આ જ રીતે ચાલતું રહ્યું. આકરી મહેનત છતાં, પાણીનું એક પુરું માટલું અને બીજું માંડ અરધું રહી જતું માટલું – આમ રોજ દોઢ માટલું પાણી લઈને એ સ્ત્રી ઘરે પાછી ફરતી. વખત જતાં સારા માટલાના મનમાં અભિમાન આવી ગયું ! તે પોતાનામાં પૂરેપુરું પાણી અકબંધ જાળવી શક્તું હતું, જયારે તેની સામે કાણિયું માટલું ભારે શરમ અને હતાશામાં ડૂબી ગયું. તેનું અરધોઅરધ પાણી ફોકટ વહી જતું હતું. એક સારા માટલા તરીકેની ફરજ બજાવવામાં તે નિષ્ફળ નીવડયું હતું અને એ વાતનો તેને ભારે અફસોસ હતો.
અધૂરપની અવગણના કરતા પહેલા જાણવું જરૂરી છે  જાતે  આ માટલું બે વર્ષ બાદ, પોતાની અધૂરપો અને નાકામયાબીથી પરેશાન થઈ ગયેલ આ કાણિયા માટલાએ એક વાર પેલી સ્ત્રીને કહ્યું, ‘મને માફ કરો, મને મારી જાત માટે શરમ લાગે છે. હું શું કરું ? મારામાં રહેલ અનેક છિદ્રોને કારણે ઘરે પહોંચતા સુધીમાં મારામાનું મોટા ભાગનું પાણી વહી જાય છે અને તારી બધી મહેનત નકામી જાય છે. પેલી સ્ત્રીએ હળવું સ્મિત આપતાં કહ્યું, ‘કદાચ તારું ધ્યાન ગયેલું લાગતું નથી કે તું જે દિશા પર છે ત્યાં આખાય રસ્તા પર રંગબેરંગી ફૂલો ઊગી નીકળ્યાં છે. જયારે બીજી બાજુ જો, ત્યાં કશું જ નથી ! મને પહેલેથી જ તારી અધૂરપની જાણ હતી પણ આ અધૂરપની અવગણના ના કરી અને એટલે જ તારી દિશાએ પડતા આખાય માર્ગ પર મેં ફૂલોનાં બીજ વાવી દીધેલાં. ઘરે પાછા ફરતી વખતે આ ફૂલોને પાણી કોણ પાતું હતું ! તું જ, તારે કારણે જ તેમને પોષણ મળતું હતું ! છેલ્લાં બે વર્ષથી મારા પ્રભુની પૂજાઅર્ચના કરવા તેમજ ઘરને સજાવવા આ જ ફૂલો ચૂંટીને હું લઈ જઉં છું.

હાલમાં તું જેવું છે તેવું જો ન હોત તો મારા ઠાકરોજીને હું કઈ રીતે શરણાગત ? મારા ઘરનું સુશોભન કઈ રીતે કરત ? ધ્યાનથી સાંભળ, આપણા દરેકમાં કોઈ ને કોઈ પ્રકારની અધૂરપ રહેલી છે. પરંતુ જીવનને રસપ્રદ અને ફળદાયી બનાવવામાં આ જ આપણી અધૂરપો અને કચાશો મોટો ભાગ ભજવે છે. આ હકીકત આપણે જાણતા નથી અને શરમના માર્યા રોકકળ કરીએ છીએ. આપણે પ્રત્યેકને તે જે છે એ જ સ્વરૂપમાં સ્વીકારવા જોઈએ. તેનામાં કઈ વિષેશતા કે સારાપણું છે તે ખોળી કાઢી તેનો લાભ ઉઠાવતાં શીખવું જોઈએ.’

આ સુંદર મજાની રૂપકથાનો સાર આટલો જ છે : કોઇની અધૂરપની અવગણના ના કરવી જોઈને ‘જગતનાં તમામ વહાલાં કાણિયાં માટલાંઓ ! જીવનમાં આશાવાદી બનો અને તમારા માર્ગમાં ખીલેલાં ફૂલોની સુંગધને માણો !’જ્ઞાનીમાં જ્ઞાની ગણાતો માણસ પણ બધી જ બાબતોમાં પૂર્ણ નથી હોતો, પછી સામાન્ય માણસોનું તો શું ગજું ?
🔴આવી વધુ 200 થી વધુ પ્રેરણાદાયી વાતો વાંચો નીચે ની લિન્ક પર કલીક કરીને  CLICK ME

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો