ધોરણ-૧૨ GUJCET- 2023 પરીક્ષાનું પરિણામ કેવી રીતે મેળવી શકો મોબાઈલ whatsapp પર
=========================
માહિતી | જાણકારી |
---|---|
પરીક્ષાનું નામ | GSEB HSC Exam 2023 12 પરિણામ |
કયા પ્રવાહનું પરિણામ | વિજ્ઞાન પ્રવાહનું |
કયારે આવશે પરિણામ | 02/05/23 |
કઈ વેબસાઇટ પર આવશે | www.gseb.org |
કોણ બહાર પાડશે પરિણામ | માધ્યમિક શિક્ષણ બોર્ડ |
WHATSAPP LINK | CLICK HERE |
=========================
અખબારી યાદી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
🟢વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે.
વિદ્યાર્થીઓ WhatsApp Number
6357300971
પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે, વિદ્યાર્થીઓનાં ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.
🟢સ્કૂલમાંથી માર્કશીટ કયારે અપાશે?
સમગ્ર રાજ્યમાં 1.25 લાખ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા આપી હતી. 14 માર્ચથી 29 માર્ચ સુધી બોર્ડની પરીક્ષા ચાલી હતી, જેનું પરિણામ 1 મહિના બાદ એટલે કે 2 મેના રોજ જાહેર કરવામાં આવશે. આવતીકાલે માત્ર ઓનલાઇન પરિણામ જાહેર થશે, ત્યાર બાદ 3 દિવસ બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.
🟢પહેલા જ અઠવાડિયાની અંદર વહેલું પરિણામ આવી રહ્યું છે
આ વખતે છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર મે મહિના બીજા કે ત્રીજા અઠવાડિયાને બદલે મેના પહેલા જ અઠવાડિયાની અંદર પરિણામ આવી રહ્યું છે. આને કારણે જીટીયુમાં પ્રવેશ પ્રક્રિયા ખાનગી કોલેજની જેમ વહેલી શરૂ થઈ જશે, જેનાથી ખાનગી કોલેજોને નુકસાનકારક સાબિત થશે. સામાન્ય રીતે 9મી મેના પહેલા રિઝલ્ટ આવ્યું નથી, આ વખતે 2 મેના રોજ આવી રહ્યું છે.
THANKS TO COMMENT