“શું તમે વિરૂદ્ધ આહાર વિષે જાણો છો ? “ ...
વિરૂદ્ધ આહાર એટલે કે કોઈ પણ બે ખોરાક ને ભેગા કરી ખાવાથી, જેનાથી રોગ ઉત્પન થાય છે. તેવા ખોરાક ને વિરૂદ્ધ આહાર કહેવાય છે. આ વિરૂદ્ધ આહારથી કેવા રોગ થાય છે ? અને શું કાળજી તે આપણે આજે જાણીએ ...

તમે જાણો છો કે રોજ જે આહાર લઈએ છીએ તે શરીર માટે ખુબજ જરૂરી છે. તેમાં પણ એ જાણવા મળે કે અમુક સમયે તે ખોરાક રોગ કરે છે. તો તે વાત ગળે નાં ઉતરે બરોબર ને ? પણ આ વાત સાચી છે. જો ખોરાકમાં વિરૂદ્ધ આહાર લેવામાં આવે તો રોગ થવાની શક્યતા ઉભી થાય છે.

વિરૂદ્ધ આહારથી થતાં રોગોની વાત કરતા પહેલા એ ચર્ચા કરીએ કે વિરુદ્ધ આહાર કઈ રીતે યોજાઈ છે.

રોજનો ખોરાક એટલે સવારનો નાસ્તો દિવસનું બે ટાણાનું / વખતનું ભોજન તેમજ દિવસ ભરનું કટક – બટક આ બધું સમય પૂર્વક કે નિયમિત હોતું નથી. તેજ ઉપરાંત મુસાફરી દરમ્યાન, કોઈના લગ્ન પ્રસંગે કોઈના મહેમાન બનીને તે સમયે કોઈ પણ આહાર મળે તેને આવકારીએ છીએ.
આજની યુવા પેઢી જો ઘરે હાજર હોય તો દિવસ ભર બપોર તેમજ રાત્રીના ભોજન પહેલા કટક – બટક કર્યા કરે છે. વૃદ્ધ પુરુષો બાળકો પણ ઠીક લાગે ત્યારે થોડો નાસ્તો કરી લે છે. ઓફિસોમાં, મિટીંગોમાં તેમજ સમારંભો માં જે નાસ્તા પાણી હોય તેનો સ્વીકાર કરી લઈએ છીએ. અમુક અનુકુળ સમયે યુવાનો રેસ્ટોરન્ટમાં નાસ્તા માટે જાય છે. તે ઉપરાંત ઓફિસોમાં રિસેસમાં પણ બહારના નાસ્તા લેવામાં આવે છે. ખાસ કરી આપણા કાઠીયાવાડમાં રવિવાર આવ્યો નથી અને કુટુંબ આખું રાત્રિનું ભોજન બહાર કરવા નીકળી જાય છે. તેમાં પણ તેઓ અલગ અલગ વસ્તુઓ ઓડર આપી તે જુદા-જુદા ખોરાકો સાથે મળીને લે છે. આવા બધાં બિન સમય વાળા અને અલગ અલગ જાતના ખોરાક મિક્સ કરીને ખાવાથી વિરુદ્ધ આહાર બને છે.
આજે દુનિયાભરમાં આહારો બાબતે ઘણી જાગૃતિ આવી છે. માટે વિશેષ આહાર શું લેવાય છે ? તેના પર ચર્ચા કરવી જરૂરી નથી.

ખાસ વિરુદ્ધ આહારથી કેવા રોગો થાય છે. એ વિસ્તૃત માં ન જાણતા ટૂંકમાં કહીએ તો ચામડીને લગતા બધાં રોગો વિરુદ્ધ આહારથી થઈ શકે છે., લોહી વિકારના રોગ જેવા કે , ખજવાળ, દરાજ, ખરજવું, કરોળિયા, કોઢ તેમજ તેના પ્રકાર ખાસ, સોરાયસીસ, વિસર્પ, વિદ્રધી ... આ ઉપરાંત શરદી, ગળાનો રોગ, સોજા, રક્તપિત્ત, ઉલટી રોગો, ગાંડપણ, તાવ, ભગન્દર, ઊંઘ ઘટે છે. યાદશક્તિ પર અસર થાય, નાની નાની વાતોમાં ગુસ્સો આવે.
જો શરીરમાં રોગ હોય અને વિરુદ્ધ આહાર લેવામાં આવે છે. તો ખુબ આડ અસર થાય છે. તેનાથી રોગ વધે છે, દવાની અસર ઘટે છે. અથવા આડ અસર થાય છે. તેજ ઉપરાંત શરીર રોગ પ્રતિકાર શક્તિ નાની ઉંમરે ઘટી જાય છે. અને આથી અનેક રોગોથી શરીર ઘેરાયેલું રહે છે.
 ખાસ કરીને વિરુદ્ધ આહારની અસર ક્યારે થાય છે ?
આયુર્વેદમાં ખાસ વિરુદ્ધ આહાર પર ધ્યાન આપવામાં આવે છે. તેમાં જણાવ્યા મુજબ ‘પ્રકૃતિ વિરુદ્ધ આહાર, ઋતુ વિરુદ્ધ નાં આહાર, માત્રા વિરુદ્ધના આહાર ... આ બધુ વિરુદ્ધ આહાર ગણાય છે. તો આવા સમયે વિરુદ્ધ આહારની અસર થાય છે.
 ક્યા પ્રકારના આહારને વિરુદ્ધ આહાર કહેવાય છે ?
• દુધ સાથે મૂળા, લસણ, કાંદા (ડુંગળી) વિગેરે કોઇપણ પ્રકારના ફળ કે સલાડ, માછલી, ઈંડા, માણસ, ખાતી ચટણી કે ખાતો ખોરાક ન ખાઈ શકાઈ.

• દુધ પાક સાથે છાશ, કઢી તેમજ તીખો ખોરાક ન જ લેવાય.
• કોઇપણ શેઈકમાં દૂધ નાખીને ન લઇ શકાઈ.

• અળદ સાથે દહીં કે દૂધ ન લેવું.
• ઘી સાથે મધ ન લઇ શકાઈ.
• દૂધ સાથે કઠોળ ન લેવા.
• ખીચડી-દુધ સાથે કાંદા (ડુંગળી) નું સલાડ ન લેવું.
• બાસુંદી સાથે ચા નું સેવન ન કરવું.
• લસણ, કાંદા (ડુંગળી), ટામેટા નાં ટેસ્ટી શાકમાં દુધની મલાઈ હોય તો તે શાક ન લેવા.
ઋતુ તેમજ દેશ મુજબ આહાર ન લેવાય તો, તે વિરુદ્ધ આહાર ગણાય છે. ગરમી માં ખાટા-મીઠાં ફળો, દહીં, છાશ, ઠંડા પદાર્થો લઇ શકાઈ. જ્યારે શિયાળામાં ઉષ્ણ, (ગરમ) સ્નિગ્ધ આહાર લેવા જોઈએ.

વિરુદ્ધ આહારથી થતા અનેક પ્રકારના ચામડીના રોગો મટાડવા અનેક નિષ્ણાંત પાસે જવું પડે છે. ખુબજ ખર્ચાળ લાંબી સારવાર લેવી પડે છે. તેમજ આહાર લેવામાં પરેજ તો જરૂરી જ છે. જો પરેજી નાં રાખીએ તો હેરાન પરેશાન થઈ જઈએ છીએ.
વિરુદ્ધ આહારનો પૂરો ખ્યાલ રાખવામાં આવે તો નીરોગી અને સ્વસ્થ રહી જીવનમાં આનંદ મેળવી શકાય છે. આમતો આપણું આરોગ્ય જ એક ઉત્તમ સુખ ગણાય છે. વિરુદ્ધ આહાર ક્યારેય પણ રોજિંદા આહારમાં ન આવી જાય તે માટેનું જ્ઞાન મેળવવું જરૂરી છે.
“આહાર ને પોષણ તત્વ બનાવો ઝેર નહીં” માટે જ આહારની ખોટી આદત શા માટે ન છોડીએ ? કોઈ ખોટું અનુકરણ શા માટે ચલાવી લઈએ ?

- વિધી એન. dave


FEEDBACK

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top