કબજિયાત(એસીડીટી) દૂર કરવાના ઉપાય
Picture
પોષણની કમી, વ્યાયામ ન કરવો અને ખરાબ 

કબજીયાતની સમસ્યા નાના-મોટાને થવી એ એક 
સામાન્ય બાબત છે. શરીરમાં પાણીની કમી, ભોજનમાં 

લાઈફસ્ટાઈલને કારણે દરેક વ્યક્તિ કબજીયાતથી પીડિત થઈગયો છે. તમે કબજીયાતથી છુટકારો મેળવી શકો છો, જો તમે પુષ્કળ પાણી પીવો અને તમારી લાઈફસ્ટાઈલમાં
સુધારો કરો. અહી આપેલી ટિપ્સ અપનાવો અને કબજીયાતથી છુટકારો મેળવો 

1. રેસાવાળો ખોરાક બીંસ, કોબીજ, બ્રોકલી, ટામેટા, ગાજર, પાંદળાવાળા શાક, ડુંગળી વગેરે ખાવા જોઈએ. રેશાયુક્ત ખોરાક સહેલાઈથી પચી જાય છે અને કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે. ફ્રૂટ્સમાં તમારે કેળા, તરબૂચ, લીંબુ, કેરી, સફરજન અને મોસંબી વગેરે ખાવા જોઈએ. 

2. મીઠાઈ ઓછી ખાવ - મીઠાઈમાં ખાંડનું પમાણ વધુ હોય છે. જેનાથી તે સારી રીતે શરીરમાં ઓગળતી નથી અને હજમ નથી થતી. જો તમને કબજિયાતથી છુટકારો મેળવવો હોય તો તમારે મીઠાઈનું સેવન ઓછુ કરવુ પડશે. 

3. તરલ પદાર્થો વધુ ખાવ શરીરમાં તરલ પદાર્થની કમીને કારણે પણ કબજીયાત થઈ જાય છે. શરીરમાં રેશા ત્યારે જ ભળશે જ્યાર તમે પાણી પીશો. પાણી પીવાથી શરીરની ગંદકી બહાર નીકળી જાય છે. 

4. સવારે ગરમ પાણી અને લીંબૂ પીવો - ઘણા લોકો સવારે ઉઠતા જ ઘણુ બધુ પાણી પીએ છે. જેથી તેમનુ પેટ ઠીક રહે,પણ જો તમે ગરમ લીંબૂ પાણી પીશો તો તમારું પાચન યોગ્ય રહેશે અને કબજીયાતની ફરિયાદ નહી રહે. 

5. વસાયુક્ત ભોજન ન ખાશો - શુ તમને પિઝા, બર્ગર,ફ્રેંચ પાઈઝ કે પછી રોલ્સ ખૂબ પસંદ છે ? તો પછી આ ફૈટી ફૂડ તમારુ પેટ ક્યારેય સારુ નથી રાખી શકતા. આ ફુડ્સમાં ફાયબર બિલકુલ નથી હોતુ. તેથી તમે ફણગાવેલા અનાજ ખાવ જે જલ્દી હજમ થઈ જાય છે. 
 
Top