0
એકરાજા કાર્યભારથી થોડી વિશ્રાંતિ મેળવવા માટેયાત્રા પર નિકળ્યા. એમણે નક્કી કર્યુ કે આયાત્રા મારે રાજા તરિકે નહી પણ એક સામાન્યનાગરિક તરિકે કરવી છે જેથી હું પ્રજાની સમસ્યાઓનેપણ સમજી શકુ અને એ સમસ્યાઓના નિવારણ માટે યથા યોગ્ય આયોજન પણ કરી શકુ.રાજા યાત્રા કરીને પરત આવ્યા તો ખુબથાકી ગયા હતા. એના પગ દર્દને લીધેસુજી ગયા હતા. એક તો પગે ચાલીને યાત્રા કરી અનેવળી પાછા રસ્તામાં રહેલા નાના મોટા પથ્થરો પગમાં વાગેલા આથી રાજા ખુબપરેશાન હતા.રાજાએ પોતાના તમામ મંત્રીઓને બોલાવીને સભા ભરી. પોતે જે તકલીફ ભોગવી એની વાતકરી અને પછી સુચના આપી કે આપણા રાજ્યના તમામર સ્તાઓને ચામડેથી મઢી દેવામાં આવે જેથી કોઇના પગમાં પથ્થર ના વાગે. બધા મંત્રીઓ મુંઝાયા. રાજાની સામે દલીલ પણ કરી શકાય તેમ ન હતી. જો તમામ રસ્તાઓનેચામડેથી મઢવામાં આવે તો રાજ્યની આખી તિજોરી ખાલી થઇ જાય. એક સમજુ મંત્રીએ થોડી હીંમત એકઠી કરીને રાજાને કહ્યુ, " રાજા સાહેબ, આપની ભાવના ખુબ જ સારી છે પરંતું આમાટે ખુબ મોટાપાયા પર ખર્ચ કરવો પડે. એક ઉપાય છેકે જેનાથી ખર્ચ પણ ન થાય અને કોઇના પગમાં પથ્થરપણ ન વાગે." રાજાએ કહ્યુ, " જો એવુ કોઇ ઉપાય હોય તો એનો અમલ કરીએ જલ્દી બતાવો." શાણા મંત્રીએ રાજાને કહ્યુ, " મહારાજા સાહેબ , આ બધા જ રસ્તાઓનેચામડેથી મઢવા કરતા દરેકના પગને જ ચામડાથી મઢી દેવામાં આવે તો ? મતલબ કે બધા પોતાના પગમાં જાતે જ ચપ્પલ પહેરી લે તો ? " મિત્રો, આખી દુનિયાને સુધારવાનો કંઇ આપણે ઠેકો નથી લીધો અને એ શક્ય પણ નથી. આખી દુનિયાને બદલવાને બદલે આપણે આપણી જાતને જ બદલીએ તો ?

ટિપ્પણી પોસ્ટ કરો

 
Top