મોટાભાગના લોકો પોતાના સ્માર્ટફોન અને ટેબલેટની સુરક્ષા અંગે હંમેશા ચિંતિત હોય છે. જેના માટે તેઓ પોતાના ફોનમાં પેટર્ન લોક અથવા પીન નંબર અથવા તો કોઇ પાસવર્ડ રાખે છે. જો કે તેમાં પણ તમે કોઇક વાત ભૂલમાં ભૂલી જાવ તો ? આ બધી ઝંઝટમાંથી મુક્તિ આપવા માટે એક સરળ માર્ગ આવી ગયો છે. હવે એવા ડિવાઇઝ આવી ગયા છે જેના દ્વારા તમે તમારાં ચહેરા કે અવાજને આધારે તમારો ફોન ખુલશે. 

પીન,પાસવર્ડમાંથી મુક્તિ

એન્ડ્રોઇડ ફોનમાં એવી સુવિધાઓ આપવામાં આવે છે જેમાં ફોન તમારો ચહેરો જોઇને ડિવાઇસ ઓપન કરે છે. જો તમે તે સુવિધા ઓન કરશો તો તમને પીન, પાસવર્ડ કે પેટર્ન લોકની જરૂરિયાત રહેશે નહીં. આ સિક્યોરિટીને ધ્યાનમાં લેશો તો તે સુરક્ષિત પણ ગણાશે. જેનું સૌથી મોટું કારણ એ છેકે તેમાં રહેલા સ્કેન વગર તમારો ફોન ઓપન થશે જ નહીં. 

ફેસ રેકગ્નિશનના ઓપશનને પસંદ કરો
ફેસ રેકગ્નિશન એન્ડ્રોઇડ ડિવાઇસ અને ક્રોમ બુકના સ્માર્ટફોન લોક નામના ફિચરનો એક ભાગ હોય છે. તેને તમારાં ફોનમાં શરૂ કરવા પણ ખૂબ સરળ હોય છે. જેના માટે તમારાં સ્માર્ટ ફોનના સિક્યોરિટીમાં જાઓ અને ત્યા તમને સ્માર્ટ લોક મળશે. જે પછી તમારા ડિવાઇસમાં સ્કિન લોકને એક્ટિવેટ કરવાનું રહેશે. જેમાં તમારાં સ્માર્ટ લોકનો ઉપયોગ કરીને તમારાં ડિવાઇસને અલગ અલગ સ્ક્રીન લોક એક્ટિવેટ કરવું પડશે. જેમાં તમે તમારાં ફેસને અથવા તો તમારાં અવાજને પાસવર્ડ બનાવી શકો છો. 

તમારાં વગર કોઇ પણ ફોન ઓપન ન કરી શકે

જો તમારાં ચહેરાને પાસવર્ડ બનાવવો હોય તો માત્ર ટ્રસ્ટેડ ફેસનો વિકલ્પ પસંદ કરો. જો તમે ચહેરાને પાસવર્ડ બનાવો છો ત્યારે લાઇટ યોગ્ય રીતે આવે છે કે નહીં તેની ખાસ કાળજી રાખો. સ્ક્રીન પર એક રાઉન્ડ દેખાશે અને તેની અંદર તમારું ફેસ આવવું જોઇએ. જે પછી તમારે તમારાં ચહેરાને પાસવર્ડ બનાવી લો છો તો પછી જયારે પણ ફોન અનલોક કરશો ત્યારે થોડી સેકન્ડ માટે સ્ક્રીન પર જોવાનું રહેશે. જે પછી સ્ક્રીન સ્વાઇપ કરીને તમે તમારો ફોન અનલોક કરી શકો છો.
 
Top