Breaking News

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વધારાના વર્ગ શરૂ કરવા માટેની જાહેરાત આવી ગઈ

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વધારાના વર્ગ શરૂ કરવા માટેની જાહેરાત આવી ગઈ 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેક્ટર-૧૦ બી, ગાંધીનગર દ્વારા 

બિન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કમિક વર્ગ, સળંગ એકમ અને વધારાના વર્ગ શરૂ કરવા માટેની જાહેરાત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં નોંધાયેલી (રજિસ્ટર) બિન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં હાલ ચાલુ વર્ગોના વધારાના વર્ગો શરૂ કરવા તથા હાલ શાળામાં ચાલુ ધોરણનો ઉપરનો ક્રમિક વર્ગ અને સળંગ એકમ વર્ષ ૨૦૨૧--૨૨ થી શરૂ કરવા માટે બોર્ડ દ્વારા તા. ૦૧-૦૬ ૨૦૨૧ થી તા. ૩૧-૦૭-૨૦૨૧ સુધી Online દરખાસ્ત મંગાવવામાં આવે છે. દરખાસ્ત કરવા માટે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર New Class Application દ્વારા અરજી

કરી શકાશે. Website પર દર્શાવેલ સૂચનાઓનો કાળજી પૂર્વક અભ્યાસ કરીને જ Online Application
Form ભરવાનું રહેશે. વિગતોમાં વિસંગતતા જણાશે તો તે અરજી રદ થવાને પાત્ર રહેશે. ઓનલાઈન દરખાસ્ત કરવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યેથી ઈ-મેલ પર મળેલા આઈ.ડી, અને પાસવર્ડ મારફતે લોગીન કરીને ઓનલાઈન SBI-E-Pay Payment System મારફતે વધારાના વર્ગ (હાલના ચાલુ ધોરણનો ઉપરનો ક્રમિક વર્ગ/સળંગ એકમની રૂ. ૧૫,૦૦૦/- ની વર્ગદીઠ ફી ભરીને ઓનલાઈન દરખાસ્ત માટેની અરજી કરી શકશે. આ દરખાસ્ત ફી કોઈપણ સંજોગોમાં પરત મળવાપાત્ર રહેશે નહીં.



ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો