ધોરણ 10નાં વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશન માટે રિજલ્ટ બનાવવા માટેનો પ્રોગ્રામ (RESULT EXCEL PROGRAM)

Baldevpari
1

ધોરણ 10નાં વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશન માટે રિજલ્ટ બનાવવા માટેનો પ્રોગ્રામ 

RESULT EXCEL PROGRAM
નીચે લિન્ક આપેલ છે 

આપ આપેલ એક્સેલ પ્રોગ્રામ માં ગુણ મુકશો એટલે પરિણામ 80 ગુણ નું વિભાગ એક તૈયાર થઈ જશે 

રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને આવ્યા મહત્વના સમાચાર

રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાની સ્થિતિ હળવી થયા બાદ લેવામાં આવશે.

ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓએ ફરજીયાત પરીક્ષા આપવી જ પડશે. રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ રીપીટરને માસ પ્રમોશન મળશે નહીં. કોરોનાની પરિસ્થિતિ સુધર્યા બાદ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.
માસ પ્રમોશન માટે રિપીટર વિદ્યાર્થીઓની ઉઠેલી માંગને સરકારે ન સ્વીકારી.

આજે ધોરણ 10નાં વિદ્યાર્થીઓ માટે નવા એક સમાચાર સામે આવી રહ્યા છે. 

જેમાં રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10નાં વિદ્યાર્થીઓના પરિણામ માટે મૂલ્યાંકન પદ્ધતિ નક્કી કરવામાં આવી છે,

જેમાં બે પ્રકારની મૂલ્યાંકન પદ્ધતિ છે. 

એક 80 માર્કની મૂલ્યાંકન પદ્ધતિ અને 

બીજી 20 માર્કની મૂલ્યાંકન પદ્ધતિ 

એમ કુલ મળીને 100 માર્કસનુ મૂલ્યાંકન કરવાનું રહેશે. 

આ પદ્ધતિ ફકત ધોરણ 10નાં નિયમિત વિદ્યાર્થીઓ માટે જ છે. 


⁠⁠⁠⁠⁠ધોરણ 10નાં વિધાર્થીઓને ધોરણ 9નાં પરિણામ મુજબ માર્ક્સ આપવામાં આવશે. 

ધોરણ 9ની પ્રથમ, દ્વિતીય અને અંતિમ પરીક્ષા સહિત ધોરણ 10નાં વર્ષ દરમિયાન ઓનલાઇન હાજરી પ્રમાણે વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર કરવામાં આવશે. 

રાજ્ય સરકારની 11સભ્યોની કમિટીની બેઠક આવતા અઠવાડીએ મળશે.

આમ, વિદ્યાર્થીઓની માર્કશીટમાં માસ પ્રમોશન આપવામાં નહિ આવે અને 

ધોરણ 9 અને 10ની અલગ અલગ પરીક્ષાઓને આધારે આપવામાં આવશે. 

તેમજ આ પરિણામ જૂનના અંતિમ અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. 

તેની માર્કશીટમાં કવોલીફાઈડ ફોર સેકેન્ડરી સ્કુલ સર્ટિફિકેટ લખવામાં આવશે

જે ધોરણ 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે.


 ધોરણ-૧૦ બોર્ડની જાહેર પરીક્ષા-૨૦૨૧ ના બદલે નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ જાહેર કરવાની નીતિ અંતર્ગત શાળાઓએ કરવાની કાર્યવાહી
(૧) ધોરણ-૧૦ ના નિયમિત વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની કાર્ય પધ્ધતિ :

* ધોરણ-૧૦ ના નિયમિત વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન હાલની પધ્ધતિ મુજબ બે ભાગમાં થાય છે
જેને નીચે જણાવ્યા મુજબ ભાગ - ૧ અને ભાગ - ૨ મી મૂલ્યાંકન કરવાનું રહેશે.
ભાગ-૧
શાળાકીય આંતરિક મૂલ્યાંકન (૨૦ ગુણ) -
ધોરણ-૧૦ ના નિયમિત વિદ્યાર્થીઓનું શાળા દ્વારા ૨૦ ગુણનું આંતરિક મૂલ્યાંકન. 
શાળા દ્વારા નિયમિત વિદ્યાર્થીઓને તેઓ દ્વારા પસંદ કરેલ વિષયોમાં બોર્ડ દ્વારા નિયત
કરેલ ધારા-ધોરણ મુજબ ૨૦ ગુણનું આંતરિક મૂલ્યાંકન કરવાનું છે. 
શાળાકીય આંતરિક મૂલ્યાંકનના વિષયવાર ૨૦ ગુણમાંથી મેળવેલ ગુણને બોર્ડ
દ્વારા તૈચાર કરવામાં આવેલ એપ્લીકેશન માં અપલોડ કરવાના 

બાકી તમામ માહિતી નીચે આપેલ પરિપત્ર માં વાંચી જવી 

ડાઉનલોડ માસ પ્રમોશન પ્રોગ્રામ -1 સાતનામ ભાઈ પટેલ 

ડાઉનલોડ માસ પ્રમોશન પ્રોગ્રામ -2

ટિપ્પણી પોસ્ટ કરો

1ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો