Breaking News

ધોરણ 10 માર્કશીટ કયારે મળશે જાણો

ધોરણ 10 માર્કશીટ કયારે મળશે જાણો

ધો.૧૦ એસ.એસ.સી.પરીક્ષા માર્ચ-૨૦૨૩ પરીક્ષાની માર્કશીટ/પ્રમાણપત્ર મેળવવા માટે
ધોરણ 10 માર્કશીટ ક્યારે મળશે જાણો

ધોરણ 10 માર્કશીટ

માહિતીજાણકારી
ધોરણ 10 માર્કશીટ / પ્રમાણપત્ર 
પરીક્ષા તારીખ  માર્ચ -2023
પરિણામ તારીખ 25/05/23 
પરિણામ માર્કશીટ  જિલ્લા કક્ષાએ થી 5/6/23 મેળવી લેવાનું  
સ્કૂલે થી માર્કશીટ સ્કૂલે તપાસ કરવી મંગળ વારે 6/6/23
WHATSAPP LINKCLICK HERE

=========================

જિલ્લા કક્ષાએથી ધોરણ 10 માર્કશીટ વિતરણ 

એસ એસ.સી.ધો.-૧૦ પરીક્ષાનું પરિણામ તા.૨૫/૦૫/૨૦૨૩ના રોજ ઓનલાઈન જાહેર કરવામાં આવેલ. હવે આ પરીક્ષાના પરિણામનું વિતરણ તા.૦૫/૦૬/૨૦૨૩, સોમવારના રોજ જિલ્લા ખાતેથી કરવામાં આવનાર છે.
જેથી અત્રેના જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓએ એસ.એસ.સી પરિણામ જિલ્લાના નીચે જણાવ્યા મુજબના વિતરણ કેન્દ્ર ખાતેથી તા.૦૫/૦૬/૨૦૨૩,સોમવારના બિનચૂક મેળવી લેવા જણાવવામાં આવે છે.
એસ.એસ.સી. પરિણામ વિતરણની તારીખ 5/6/23

શાળાના લેટર પરથી ધોરણ 10 માર્કશીટ 

ધોરણ 10 માર્કશીટ માટે વિતરણ કેન્દ્ર પરથી ફક્ત શાળાનાં આચાર્યશ્રી શિક્ષક/ક્લાર્કને તેની શાળાનો અધિકાર પત્ર આપવાથી પોતાની શાળાનું પરીણામ મેળવી શકશે.

શાળાના કક્ષાએથી ક્યારે મળશે પરિણામ 

ધોરણ 10 માર્કશીટ પરિણામ મેળવ્યા બાદ શાળાએ પરિણામ વેરીફાય કરી તેમની શાળાના વિદ્યાર્થીઓને તા.૦૬/૦૬/૨૦૨૩, મંગળવાર સુધીમાં આ ગુણપત્ર વિતરણ કરવા જણાવવામાં આવે છે.

ધોરણ 10 માર્કશીટ માટે ખાસ નોંધ શાળા માટે 

ખાસ નોંધ:- જે શાળાઓ દ્વારા ધોરણ 10 માર્કશીટ પરિણામ/સાહિત્ય અત્રેના વિતરણ સ્થળ ખાતેથી ઉક્ત દર્શાવેલ તારીખ/ સમય દરમ્યાન મેળવવામાં નહિ આવે તો ત્યારબાદ બાકી રહેતી તમામ શાળાઓએ પરિણામ સાહિત્ય ગુ.મા.ઉ.મા.શિ.બોર્ડ ગાંધીનગરની કચેરી ખાતેથી મેળવવાનું રહેશે. જેની ખાસ નોંધ લેવી.

બોર્ડ દ્વારા શાળાઓ માટે ધોરણ 10 માર્કશીટ વિતરણ ના ખાસ મુદ્દા 

માર્ચ 2023 ધોરણ 10 એસ.એસ.સી પરિણામ ઓનલાઇન તારીખ 25/05/2023ના રોજ જાહેર કરવામાં આવેલ હતું. વિદ્યાર્થીઓના ગુણપત્રક જિલ્લા ખાતે સીલબંધ થેલામાં તારીખ 03/06/2023ના રોજ મોકલી આપવામાં આવશે. જિલ્લા કક્ષાએ કોઈ એક સ્થળે તા:- 05/06/2023ના રોજ પરિણામ વિતરણ વ્યવસ્થા કરવાની રહેશે, પરિણામ વિતરણના સ્થળની જાણ આપની કક્ષાએથી જિલ્લાઓની શાળાઓને કરવાની રહેશે. આ માટે આપના તાબાની કચેરીના શિક્ષણ સેવા વર્ગ-૨ ની રાહબરીમાં સમયસર અને શિસ્તબદ્ધ પરિણામ વિતરણ થાય તે મુજબનું આયોજન કરવા વિનંતી કરવામાં આવે છે. વિતરણ વ્યવસ્થા માટે જિલ્લા કક્ષાએ રહેલ બોર્ડ પ્રતિનિધિનો ઉપયોગ કરી સમયસર પરિણામ વિતરણ કરવા નીચે મુજબની સૂચનાઓ ધ્યાને રાખવા વિનંતી.

ધોરણ 10 માર્કશીટ માટે જાણો અગત્યના મુદ્દાઓ 

  • > શાળાના જવાબદાર કર્મચારી શાળાનું મુખત્યારપત્ર રજૂ કર્યોથી જ પરિણામના પેકેટ આપવાના રહેશે.

  • > પરિણામના પેકેટ શાળાના જવાબદાર જિલ્લા કક્ષાએથી સૂચવેલ સ્થળ પરથી જ મેળવી લે અને ત્યાં ચકાસી લે તે બાબતની સૂચના આપવી જેથી જે તે શાળાઓનું પેકેટ અન્ય શાળાના જવાબદાર લઈ ન જાય,
  • > શાળાનું નામ અને ઇન્ડેક્સ નંબર ચકાસી ધોરણ 10 માર્કશીટ પેકેટ શાળાને સોપવાનું રહેશે. ધોરણ 10 માર્કશીટ પરિણામના પેકેટમાં શાળામાંથી નોંધાયેલ વિદ્યાર્થીઓના ગુણપત્રક, S.R. નકલ અને વન ટુ ફેલની યાદી સામેલ હશે.
  • > પરિણામના પેકિંગની સાથે શાળાકીય શૈક્ષણિક કેલેન્ડર અને વ્યવસાયિક માર્ગદર્શનના અંક પણ મોકલી આપેલ છે તેનું નિયમ અનુસાર પરિણામ પેકેટની સાથે વિતરણ કરવાનું રહેશે.
  • > પરિણામ વિતરણ માટે અત્રેથી એક યાદી આપવામાં આવે છે તેમાં શાળાના જવાબદારની સહી અને મેળવનારનો સંપર્ક નંબર દર્શાવવાનો રહેશે. પરિણામ વિતરણ પૂર્ણ થયા બાદ અનુકૂળ સમયે તે યાદી બોર્ડની માધ્યમિક શાખાને રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે.
  • > જે શાળા પરિણામનું પેકેટ નિર્ધારિત સમયે લેવા ન આવે તેવા સંજોગોમાં જિલ્લા કક્ષાએથી તેનો સંપર્ક કરી મેળવી લેવાની સૂચના આપવી. જો કોઈ લેવા ન આવે તો તેવા તમામ પરિણામનાં પેકેટ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ રાખી બને ત્યાં સુધી વહેલાં પહોંચે તેવી કાર્યવાહી કરવા વિનંતી.
  • > જો કોઈ પરિણામ પેકેટમાં ગુણપત્રક ઓછા નીકળે અથવા પેકેટ ન મળે તો બોર્ડની માધ્યમિક શાખાના જવાબદાર અધિકારીનો સંપર્ક તરત કરવો જેના તમામ અધિકારીના મોબાઈલ નંબર રિજલ્ટ પરિપત્રમાં આપવામાં આવ્યા છે

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો