પેન ડ્રાઇવમાં પાસવર્ડ મૂકી શકાશે -સોફ્ટવેર વિના પણ
- આધુનિક યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ ખુબ વધી રહ્યો છે આમાટે આપડી ડીજીટલ ઇન્ડિયાની કલ્પનાં મુજબ ,આપડું નોલેજ પણ વધવું જોઈએ
 - આપડા ખિસ્સામાં પેનડ્રાઈવ જરૂર હોયજ જે આપડી ડીજીટલ થેલી પણ કહી શકાય ,
 - આ પેનડ્રાઈવમાં રહેલ આપડી અગત્યની માહિતી સુરક્ષિત રાખવા માટે આપડે પેનડ્રાઈવ ને લોક કરવી જરૂરી છે -----આ માટે આપડે નવી સરુવત કરવી જ રહીતો ચાલો એના વિષે માંહીતી જાણીએ
 
જાણીએ અને જણાવીએ 
- પેનડ્રાઈવએ હાલના સમયમાં ડિજિટલ ફાઇલો અને ડેટા સ્ટોર કરવા માટેનું સસ્તું અને પોર્ટેબલ માધ્યમ છે.
 - લોકો સામાન્ય રીતે તેમની મહત્વપૂર્ણ બાબતોને પેનડ્રાઈવમાં રાખતા હોય છે ત્યારે તેની સલામતીનું ધ્યાન રાખવું જરૂરી છે.
 - તમારા મહત્વના ડેટા જ સેફની હોય તો તમારી દરેક વસ્તુ લોકોને ખબર પડી જશે અને તમને અનેક સમસ્યાનો સામનો કરવો પડશે.
 - તમારો ડેટા તમે સાચવીને રાખવા માંગતા હોય તો તમારે પેન ડ્રાઇવમાં પાસવર્ડ મૂકવો જોઈએ.
 - તમારે પેન ડ્રાઇવમાં પાસવર્ડ કેવી રીતે મુકવો તેની સરળ રીતે તમને અહિંયા જાણવા મળશે.
 - જે સુવિધા વિંડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ડિફોલ્ટ રૂપે આપવામાં આવી છે.
 - જે માટે ફક્ત તમારે અમૂક ચોક્કસ સ્ટેપ્સને અનુસરવાના રહેશે.
 
પગલું -૧ : 
- સૌ પ્રથમ તમારી પેન ડ્રાઇવને તમારા કમ્પ્યુટર પર પ્લગ કરો.
 - આ પછી ડ્રાઇવ પર RIGHT CLICK
 - કરીને ટર્ન ઓન બિટલોકર વિકલ્પને પસંદ કરો.
 
પગલું -૨ : 
- હવે યુઝ પાસવર્ડ ટૂ પ્રોટેક્ટ ધ ડ્રાઇવ પર ક્લિક કરો.
 - હવે તમે આ ઓપ્શનમાં પાસવર્ડ દાખલ કરી શકો છો.
 - પાસવર્ડ સેટ કર્યા પછી તમને ત્યાં બીજીવાર
 - પાસવર્ડ દાખલ કરવાનો કહેશે.
 - જે તમારે ભૂલ્યા વગર આગળ દાખલ કરેલ
 - પાસવર્ડ દાખલ કરવાનો રહેશે.
 
પગલું - ૩ : 
- સેવ ધ કી ફોર ફયૂચર રેફરન્સના લખાય ત્યાં સુધી
 - નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું ચાલુ રાખવું.
 
પગલું - ૪ : 
- હવે એન્ક્રિપ્શન પ્રક્રિયા ઓટોમેટિક શરૂ થશે.
 - ત્યાદબાદ તમે સેટ કરેલા પાસવર્ડથી
 - પેન ડ્રાઇવને સુરક્ષિત કરી શકશો.
 
પગલું - ૫ : 
- પાસવર્ડ સેટ કર્યા પછી તમારે તેને યાદ રાખવો પડશે
 - અને જો તે યાદ નહીં હોય તો
 - પેનડ્રાઇવને રીસેટ કરવાનો ઓપ્શન આપવશે.
 - જે કરવાથી તમારા બધા ડેટા ડિલીટ થઇ શકે છે.
 
➼➤ વધુ ટેકનોલોજી ટીપ્સ માટે નીચે આપેલ નામ પર કલીક કરો 
CLICK ME
.png)
મારામાં પેન ડ્રાઇવ માં પાસવર્ડ મુકવા ટર્ન ઓન બીટલોકર નો ઓપ્શન આવતો નથી
જવાબ આપોકાઢી નાખો